નવી
આધાર એપ લોન્ચ, ક્યુઆર કોડ, ફેસ આઈડીથી સરળ ખરાઈ થશે
નવી
દિલ્હી, તા. 9 : દેશના કરોડો આધારકાર્ડધારકો માટે રાજીપાના સમાચારરૂપે હવેથી આધારકાર્ડ
સાથે રાખવાની જરૂરત ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે નવી આધાર મોબાઈલ એપ લોન્ચ કરી છે.આ
એપની મદદથી નાગરિકો પોતાની આધાર સાથે જોડાયેલી વિગતોની ઓનલાઈન પોતાના મોબાઈલ પરથી જ
ખરાઈ કરી શકશે, જેના કારણે આધારકાર્ડ સાથે રાખવો નહીં પડે.
આ એપ
દ્વારા લોકો ક્યુઆર કોડ તેમજ ફેસ આઈડીનો ઉપયોગ
કરીને પોતાની ઓળખ પ્રમાણિત કરાવી શકશે.નવી અરાધાર એપ સંપૂર્ણપણે ડિજિટલ અને સુરક્ષિત
છે. જેના પગલે આધારની વિગતોના દુરુપયોગ, ચોરીના જોખમ ઘટી જશે.હવેથી બહારે યાત્રા પર
જતી વખતે કોઈ હોટેલમાં રોકાણ માટે પણ આધારકાર્ડ માટે આ નવી ડિજિટલ એપ મદદે આવશે. નવી
એપ ડિજિટલ ખરાઈની પ્રક્રિયાને વધુ સરળ અને સુરક્ષિત બનાવતાં જૂની એમ અરાધાર એપથી વધુ
અસરકારક બનશે. નવી આધાર એપમાં ફેસ આઈડી અને ક્યુઆર કોડની સુવિધાઓ ખાસ ઉમેરાઈ છે, જે
એમ આધાર એપમાં નથી.