વિરપુર, તા. 16ઃ જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો માનવતાવાદી સંદેશને જીવનભર સાર્થક કરનાર સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે આજે તેમની પવિત્ર જન્મભૂમિ વીરપુરમાં ભક્તિ અને આસ્થાનો મહાસાગર ઉમટી પડÎો હતો. સમગ્ર યાત્રાધામમાં જાણે બીજી દિવાળીનો માહોલ સર્જાયો હતો. દેશ-િવદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો બાપાના દર્શનાર્થે વીરપુર પહોંચ્યા હતા.
જલારામ
જયંતીના પાવન અવસરે વહેલી સવારે બાપાના પરિવારજનો દ્વારા તેમની સમાધિ ખાતે વિધિવત્
પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરે પરંપરાગત રીતે પ્રથમ આરતી ઉતારવામાં
આવી અને ભાવિકો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. પ્રથમ આરતી અને મંગળ દર્શનનો
લાભ લેવા માટે ભક્તો મોડી રાતથી જ વિરપુર પહોંચવા લાગ્યા હતા. વહેલી સવારથી જ મંદિરની
બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ‘જય જલારામ’ના
ગગનભેદી નાદથી સમગ્ર વિરપુર ધામ ભક્તિમય બની ગયું હતું. ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યો
અને વિદેશમાંથી આવેલા ભાવિકો બાપાનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
જન્મજયંતીની
ઉજવણીને લઈને વિરપુરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામનાં ઘરોના આંગણે
સુંદર રંગોળીઓ, દરવાજે આસોપાલવનાં તોરણો અને મકાનો પર રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં
આવ્યો હતો. મુખ્ય માર્ગો અને ચોક-ચોરાહાઓ પર જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને
ઉજાગર કરતી આકર્ષક ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર યાત્રાધામને દુલ્હનની જેમ શણગારવામાં
આવ્યું હતું.
જલારામ
બાપાની રર7મી જન્મજયંતિને અનુલક્ષીને જલારામ યુવા ગ્રૃપ દ્વારા રર7 કિલોની કેક કાપવામા
આવી હતી. અને તેનું ભક્તોમાં પ્રસાદી તરીકે વિતરણ કરવામા આવ્યું હતું.
બીજી
તરફ, વિરપુર આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી
લોકો દ્વારા ઠેરઠેર સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. વિરપુર તરફ આવતા માર્ગો પર
પાણી, સરબત અને છાશના પરબ શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક સ્થળોએ ભાવિકો માટે પ્રસાદ
વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વર્ષની
જન્મજયંતિ વધુ વિશેષ બની છે, કારણ કે જલારામ બાપાનો જન્મ કારતક સુદ સાતમના પવિત્ર દિવસે
સોમવારે થયો હતો અને આ વર્ષે પણ તેમની 227મી જન્મજયંતી કારતક સુદ સાતમ તથા સોમવારના
શુભ સંયોગમાં ઉજવાઈ રહી છે. વર્ષો બાદ સર્જાયેલા આ સુભગ સંયોગને લઈને ભાવિકોમાં વિશેષ
શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આમ,
સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિના પાવન અવસરે વિરપુર ધામ ભક્તિ, ભજન અને
ભોજનના રંગે રંગાયું છે. એક તરફ દર્શન માટે ભક્તોની લાંબી કતારો છે, તો બીજી તરફ સેવાભાવી
લોકો દ્વારા નિઃસ્વાર્થ સેવા અને પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ટુકડો
ત્યાં હરિ ઢુકડોના મહાન સંદેશ સાથે જલારામ બાપાની જન્મજયંતી સમગ્ર દેશમાં શ્રદ્ધા અને
ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે.