સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાહુલ ગાંધી તેમજ અન્ય વિપક્ષી નેતાઓએ સવાલ પુછવાની અનુમતિ માગી
નવી
દિલ્હી, તા. 16 ઃ લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓએ
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં ચૂંટણી પંચ પાસે 48 સવાલનો જવાબ સોગંદનામા
મારફતે આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ અરજી એસઆઈઆર દરમિયાન ચૂંટણી પંચના
કામકાજ સંબંધિત છે. અરજીમાં રાહુલ ગાંધી અને ગઠબંધનના નેતાઓએ સવાલ કર્યો છે કે પુરા
દેશમાં એસઆઈઆરનો નિર્ણય કોનો હતો ? એસઆઈઆર શરૂ કરવાના પંચના નિર્ણયની ફાઈલ અને તારીખ
શું છે ? આ ઉપરાંત ફોર્મ-6ને બદલવાનો નિર્ણય કોનો હતો તે પણ પુછવામાં આવ્યું છે. રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના અન્ય
નેતાઓએ એસઆઈઆર અંગે ચૂંટણી પંચને પ્રશ્નાવલી
મોકલવાની અનુમતિ માગી છે. હકીકતમાં વિપક્ષ જાણવા માગે છે કે સીઈસી અને બન્ને ચૂંટણી
કમિશનરે 26 ઓક્ટોબરના જવાબી સોગંદનામાને કયારે અને કેવી રીતે મંજૂરી આપી હતી. શું બેઠકમાં
ફાઈલ અથવા ઈલેકટ્રોનિક માધ્યમથી મંજૂરી આપી હતી? આ ઉપરાંત નેતાઓ જાણવા માગે છે કે પુરા
દેશમાં એસઆઈઆર શરૂ કરવાના ચૂંટણી પંચના નિર્ણયની ફાઈલ અને તારીખ શું છે.
રાહુલ
ગાંધીએ સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ એસઆઈઆરની મંજૂરી, મતદાર યાદીમાં લોકોના નામ હટાવવા
અને ઓનલાઈન પ્રણાલીમાં બદલાવ કરવા મુદ્દે અધિકારીઓ પાસે સોગંદનામા મારફતે જવાબ દાખલ
કરવામાં આવે તેવો નિર્દેશ આપવા માગણી કરી છે. અરજીમાં પુછવામાં આવ્યું છે કે બન્ને
ચૂંટણી કમિશનર વિવેક જોશી અને એસએસ સંધૂએ કેટલી વખત લેખિતમાં વાંધા નોંધાવ્યા છે. પોતાના
સવાલોની યાદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર શેર કરતા કોંગ્રેસે લખ્યું હતું કે,
વોટ ચોરી ઉપર સતત ઉઠી રહેલા સવાલનો ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં
કોઈ જવાબ આપ્યો નથી. તેવામાં હવે ઈન્ડિ ગઠબંધને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સવાલ
પૂછવાની અનુમતિ માગી છે.
નામ
કપાય તો પણ ચિંતા વિના ફોર્મ-6 ભરે મતદારો...
સુપ્રીમ
કોર્ટમાં ચૂંટણીપંચનું સોગંદનામું
નવી
દિલ્હી, તા. 16 ઃ ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે, સ્પેશિયલ ઈન્ટેન્સિવ
રિવિઝન (સર) દરમિયાન ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં નામ કપાય તો કોઈપણ ડર વગર ફોર્મ-6 ભરીને
ફરીથી વોટર તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર
આ આધાર પર તેમની સામે કોઈ ફોજદારી કેસ ચલાવવામાં નહીં આવે કે તેમનું નામ અગાઉના વોટર
લિસ્ટમાં હતું, પરંતુ જઈંછ દરમિયાન બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ લિસ્ટમાં ન આવ્યું.
સુપ્રીમ
કોર્ટમાં દાખલ કરવામાં આવેલાં સોગંદનામાંમાં ચૂંટણીપંચે જણાવ્યું છે કે, આ સ્પષ્ટતાનો
સ્થાનિક ભાષાઓમાં પણ વ્યાપક પ્રચાર કરવા માટે તમામ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ
(સીઇઓ)ને સૂચના આપવામાં આવી છે.
પંચના
જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોને એવી આશંકા હતી કે, અગાઉ વોટર રહી ચૂકેલી વ્યક્તિનું
નામ ડ્રાફ્ટ લિસ્ટમાં ન આવ્યા બાદ ફોર્મ-6 ભરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની
કલમ 31 હેઠળ તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
પંચે
સ્પષ્ટ કર્યું છે કે, આવા લોકો પર ફોર્મ-6 ભરવા માટે કેસ ચલાવવામાં આવશે નહીં, શરત
એટલી છે કે, તેમનું નામ અગાઉથી કોઈ અન્ય લોકસભા કે વિધાનસભા મતવિસ્તારના વોટર લિસ્ટમાં
નોંધાયેલું ન હોવું જોઈએ અને ફોર્મમાં આપેલી ઘોષણા કાયદા મુજબની હોવી જોઈએ.
પંચે
જણાવ્યું છે કે, તેણે એવા વોટર્સને પણ ફરીથી જોડવા માટે પગલાં લીધાં છે, જેમને અજઉઉ
એટલે કે ગેરહાજર, સ્થળાંતર કરનાર, મૃત અથવા ડુપ્લિકેટ શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે પણ આવા છૂટી ગયેલા વોટર્સ સુધી પહોંચવાનું સૂચન કર્યું હતું.
ચૂંટણીપંચે
6 નવેમ્બર 2026ના રોજ સરવાળા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય નિર્વાચન અધિકારીઓને
આ અંગે નિર્દેશો જારી કર્યા હતા. આ અંતર્ગત વોટર પોતાનું ભરેલું એન્યુમરેશન ફોર્મ પોતાના
વર્તમાન સામાન્ય નિવાસ વિસ્તારના ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર, સહાયક ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન
ઓફિસર અથવા બૂથ લેવલ ઓફિસરને આપી શકે છે.