• બુધવાર, 13 મે, 2026

લોખંડી સુરક્ષા બંદોબસ્ત : 1340થી વધુ પોલીસ, હોમગાર્ડ જવાનો સાથે ‘િરહર્સલ’

જામનગર તા.9 : જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સ્તરે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય ના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ કુલ 12 આઈપીએસ અધિકારીઓ અને 13 ડી.વાય.એસ.પી. વિભાગના અધિકારીઓની રાહબરી હેઠળ સમગ્ર સુરક્ષા આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. વડાપ્રધાનના પ્રવાસ રૂટ, કાર્યક્રમ સ્થળો અને રોકાણ સ્થળ સહિતના વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરક્ષાના ભાગરૂપે પીએસઆઈ, એએસઆઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનો સહિત કુલ 1340થી વધુ સુરક્ષા કર્મીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના આગમન પૂર્વે આજે શહેરમાં ગ્રાન્ડ રિહર્સલ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. સર્કિટ હાઉસની અંદર એસપીજી કમાન્ડો સાથે ફાયર બ્રિગેડના પાંચ       (જુઓ પાનું 10)

 

જવાનોને પણ તૈનાત રાખવામાં આવ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની વિશેષ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. જામનગરના લાખોટા તળાવમાં પણ બે ફાયર રેસ્ક્યુ બોટ ઉતારવામાં આવી છે, અને તેમાં દસ જેટલા ફાયર જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે. જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક