વડોદરામાં
આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે
અમદાવાદ,
તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકસભામાં
વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત
આવશે. રાહુલ ગાંધીનો 23 માર્ચના ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. તેઓ વડોદરામાં યોજાનારા
આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરશે.
આ કાર્યક્રમ થકી તેઓ આદિવાસી વોટબેંકને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધી એવા
સમયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું
રણશીંગું ફૂંકાયું છે. ચૂંટણીની તારીખ જાહેર થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. અને
25 માર્ચે વિધાનસભા સત્ર પૂરું થઈ રહ્યું છે. ત્યાર બાદ 26 માર્ચના રોજ ચૂંટણી પંચ
દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શિડ્યુલ અંગે જાહેરાત થઈ શક છે.