હકાલપટ્ટી કરાયેલાઓને મંદિરમાં પ્રવેશ બંધી, વહીવટદારને નોટિસ આપી ખુલાસો મગાશે : કલેક્ટર
જૂનાગઢ,
તા.17 : ગિરનાર ખાતે આવેલી શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારમાં મહેફિલ અને ધર્માદા પેટીમાંથી
નાણાની ઉઠાંતરી અંગેના વીડિયો વાયરલ બાદ પ્રાંત અધિકારીની તપાસનો અહેવાલ કલેક્ટરને
સુપ્રત કરતા જિલ્લા કલેકટરે મહેફિલ પાર્ટીમાં બે સગીર સહિત છ સામે તેમજ ધર્મદા પેટીમાંથી
નાણાંની ઉઠાંતરી અંગે પૂજારી સહિત પાંચ સામે
પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
આ અંગે
જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પ જણાવ્યું હતું કે અંબાજી મંદિરના ભંડારમાં
જે કૃત્ય આચરવામાં આવ્યું છે તે છગન ડાભી નામનો શખ્સ દારૂ અને મટન મંદિર પરિસરમાં લઈ
આવ્યો હતો અને મોડી સાંજે બે સગીર સહિત છ શખસે મહેફિલ માણી હતી તે તપાસમાં બહાર આવ્યું
છે. વહીવટદાર દ્વારા નવ પૂજારી એક પી.આર. ઓ અને એક રસોયાને અધિકૃત કરવામાં આવ્યા હતા
પરંતુ તેઓની મીઠી હેઠળ અન્ય લોકો મંદિર સાથે સંકળાય અને આ કૃત્ય આચરવામાં આવ્યુ હતું.
તેનો વીડિયો વાયરલ થતાં પર્દાફાશ થતા તાકીદની
અસરથી વહીવટદારે નવ પૂજારી, પી.આર.ઓ. અને રસોયાની હકાલપટી કરી હતી. તેમજ હકાલ
પટ્ટી કરાયેલ તમામને મંદિરમાં પ્રવેશબંધી ફરમાવી છે.
જ્યારે
મંદિરની ધર્માદા પેટીમાંથી નાણાંની ઊઠાંતરી અંગે મંદિરના પૂજારી યોગેશગીરી, દુષ્યંત
ગીરી, કુંદનગીરી, દેવગીરી અને ભરતનાથ વહીવટદારને સહકાર આપવામાં નિષ્ફળ જતા તેઓની સામે
પોલીસ ફરિયાદ નોંધવા માટે વહીવટદારને આદેશ કરાયો છે.
આ બનાવમાં
વહીવટદારની બેદરકારી અંગે તેઓને નોટિસ આપી ખુલાસો માગવામાં આવશે અને તેમાં કસુરવાન
જણાએ તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરાશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું .