• ગુરુવાર, 19 માર્ચ, 2026

લોધીકા GIDCમાં નકલી જંતુનાશક દવાઓનું હબ ઝડપાયું

SOGએ ચાર આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે દબોચ્યા

રાજકોટ, તા.18: રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘઋ) એ લોધીકા ઋઈંઉઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ધમધમતા નકલી જંતુનાશક દવાઓના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે કુલ 25.07 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ખેડૂતો સાથે છેતરાપિંડી કરતા ચાર શખસની ધરપકડ કરી છે. પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી ધ્રુવભાઈ રસીકભાઈ પટોડીયા, ધવલભાઈ ગોરધનભાઈ, સાહિલભાઈ સુરેશભાઈ ટીંબડિયા, કશ્યપભાઈ મગનભાઈ આકોલીયાની ધરપકડ કરી છે.રાજકોટ રેન્જ ઈંઋ નિર્લિપ્ત રાય અને જઙ વિજયાસિંહ ગુર્જરની સૂચનાથી જઘઋની ટીમોએ લોધીકાના ત્રણ અલગ-અલગ કારખાનાઓમાં દરોડા પાડયા હતા. આ આરોપીઓ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ (ઞઙક) જેવી નામી કંપનીઓના ડુપ્લીકેટ માર્કા અને પાકિંગનો ઉપયોગ કરીને હલકી ગુણવત્તાની દવાઓ ખેડૂતોને વેચતા હતા. ચોંકાવનારી વિગત એ છે કે પકડાયેલા આરોપીઓ ઇ.જભ. એગ્રીકલ્ચર અને ખ.જભ. કેમિકલ જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.તેઓ પોતાની આ જાણકારીનો ઉપયોગ નકલી દવાઓ બનાવી ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડવા માટે કરતા હતા. જઘઋ પી.આઈ. એફ.એ. પારગી અને તેમની ટીમે સ્થળ પરથી નકલી દવાઓનો જથ્થો, ખાલી બેરલ, પાકિંગ મટીરિયલ અને કેમિકલ મળી કુલ રૂ.25,07,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સાહિલ ટીંબડીયા સામે અગાઉ પણ કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક