અકસ્માત
થતા આઇસર પલટી ખાઇ ગયું : ચાલક ફરાર
વિરમગામ,
તા.13: વિરમગામ-લખતર હાઇવે પર રામછાપરી પાસે ગઇ કાલે રાત્રે આઇસર ટ્રક અને બાઇક વચ્ચે
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટના
સ્થળે કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા.
પ્રાપ્ત
માહિતી અનુસાર, લખતર તાલુકાના ભાસ્કરપરા ગામના મહેશ મોરીયા (ઉ.વ.17) તથા કિશન રેથલીયા
(ઉ.વ.30) ગત મોડી રાત્રે વિઠલાપરાથી બાઇક પર રામછાપરી તરફ જઇ રહ્યા હતા ત્યારે વિરમગામથી
વિઠલાપરા તરફ જઇ રહેલા આઇસર ટ્રકના ચાલકે રોગ સાઇડમાં પુરપાટ ઝડપે ધસી આવી બાઇકને ટક્કર
મારતા બાઇક ફંગોળાઇ ગયું હતું અને ટ્રકનાં તોતિંગ ટાયર બાઇકસવાર પર ફરી વળતાં બંને
યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં. અકસ્માત સર્જાતા આઇસર ટ્રક પલટી ખાઇ ગઇ
હતી. જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે.