• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ચોટીલાના સાંગાણી પાસે અકસ્માતમાં બે મિત્રના મૃત્યુ સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં અકસ્માતે ચારનો ભોગ લીધો

(ફૂલછાબ ન્યુઝ)

વઢવાણ, તા.29: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જિલ્લામાં 24 કલાકમાં અકસ્માતોમાં ચાર લોકોના મોત નિપજ્યા છે ત્યારે ચોટીલાના સાંગાણી ગામ નજીક બાઇક સ્લીપ થતા બે યુવકોના મૃત્યુ  નિપજ્યા છે. ચોટીલાથી સાંગાણી તરફ બે મિત્રો બાઇક ઉપર જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક બાઇકની બ્રેક લાગી જતા અકસ્માત સર્જાયો હતો.

બાઇક સ્લીપ થતા ડિવાઇડર સાથે બાઇક અથડાયું હતું. જેમાં રોશન મકવાણા નામનો યુવક ઘટના સ્થળે મૃત્યુને ભેટયો હતો. ઓમ દેવરાજ ઓળકિયા નામના યુવકને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  પરંતુ ત્યાં તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. બનાવને પગલે પરિવાર પણ શોકમગ્ન બની ગયો છે.

ઓમ દેવરાજભાઇ ઓળકીયા (ઉ.વ.17- રહે. ચોટીલા, પરમેશ્વર સોસાયટી) ગત સાંજે સાંગાણી ગામ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ઇમરજન્સી વિભાગમાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને લઇ ચોટીલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ અકસ્માતોમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક