• સોમવાર, 20 મે, 2024

avsan nondh

ડેડાણના અગ્રણી વેપારી અમીરભાઈ વજીરભાઈ હિરાણીનું અવસાન

ડેડાણ: અમીરભાઈ વજીરભાઈ હિરાણી (ડેડાણવાળા, હાલ રાજુલા) તે અનવરભાઈ હિરાણી (પત્રકાર) બહાદુરભાઈ હિરાણી (પત્રકાર), ફિરોજભાઈ હિરાણી અને નિજારભાઈ હિરાણીના ભાઈ, અલ્તાફભાઈ હિરાણી (પત્રકાર), આરીફભાઇ હિરાણી (ન્યુ હિરાણી મોબાઇલ-ડેડાણ)ના કાકા, હિરાણી ફૂટવેર વાળા રેનિશભાઈ હિરાણી અને રિયાઝભાઇ હિરાણી (પત્રકાર)ના પિતા, મેવિશ હિરાણીના દાદાનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે. તેમની દફન વિધિમાં મોટી સંખ્યામાં સગા સંબંધી, મિત્રો સ્નેહીઓ સહિતના જોડાયા હતા. શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અર્પી હતી.

 

ચક્ષુદાન

રાજકોટ: મનહરલાલ નૌતમભાઇ કોટેચાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે.

જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 513મું ચક્ષુદાન થયેલ છે.

જૂનાગઢ : નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ મહેન્દ્રકુમાર ચુનીલાલ મહેતા (ઉં.75)તે જગતભાઇ, જયદીપભાઇ, સારીકાબેનના પિતાશ્રી, ચુનીલાલ હિરજીભાઇ દવે (ચિત્રોડ)ના જમાઇ, હિંમતભાઇ, અનસુયાબેન આઇ. દવે (વેરાવળ) અને સરલાબેન એમ. ઓઝા (જૂનાગઢ)ના ભાઇનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.9ના બપોરે 3થી 5 નાથળિયા ઉનેવાળ બ્રાહ્મસમાજ ટ્રસ્ટ ગાંધીગ્રામ જૂનાગઢ તથા તા.10ના ચિત્રોડ (ગીર) મુકામે બપોરે 4થી 6 રાખેલ છે.

રાજકોટ: સ્વ. ફરશુરામભાઇ વલ્લભદાસ સચદેવના જમાઇ, હસમુખભાઇ ટી. જસાણી તે શોભનાબેનના પતિ, વિજયભાઇ સચદેવ અને ઇલાબેન નરેશભાઇ પુજારાના બનેવીનું તા.6ના અવસાન થયું છે. સાદડી તા.9ના સવારે 8થી 9-30 અલકેશ્વર મહાદેવ મંદિર, અલકાપુરી સોસાયટી, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. હરિવલ્લભ નારણજી વૈદ્યના જ્યેષ્ઠ પુત્ર, જલબપુર નિવાસી કૃષ્ણદેવભાઈ હરિવલ્લભભાઈ વૈદ્ય (ઉં.93) તે ઉષાદેવી વૈદ્યના પતિ, જયેશ (ગુડ્ડુ)ના પિતાશ્રી, શિવાની જયેશભાઈ વૈદ્યના સસરા, શર્મિષ્ઠાના દાદાજી, નિરંજનભાઈ, સ્વ. જયપ્રકાશભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, ઓમપ્રકાશભાઈ અને શાંતિદેવી રશ્મિકાંતભાઈ વૈદ્યના મોટાભાઇ, સ્વ. મહાસુખરાય ઇચ્છાશંકર પટ્ટણીના જમાઇનું તા.5ના રાજકોટ મુકામે અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સાંજે 5થી 6 અજમેરા ટાઉનશિપ, શાત્રીનગર, બગીચા સામે, નાના મૌવા રોડ, રાજકોટ છે.

પોરબંદર: શારદાબેન રમેશચંદ્ર લાખાણી (ઉં.વ.80) તે સ્વ.રમેશચંદ્ર મથુરાદાસ લાખાણી (મથુરાદાસ ધરમશી એન્ડ કંપની)નાં પત્ની સ્વ.ભૂપેન્દ્રભાઈ, પરીમલભાઈ, હરીશભાઈનાં ભાભી, ધર્મેશભાઈનાં ભાભુ, સ્વ.ગોકલદાસજી વેલજી પલાણ (કુતિયાણાવાળા)નાં પુત્રીનું તા.6ના અવસાન થયું છે.

પોરબંદર: કેતનભાઈ પ્રભાશંકર થાનકી (ઉં.વ.60) (સિક્કા ટી.પી.એસ.ના નિવૃત્ત ઈજનેર) તે કુસુમબેનના પતિ, જયદીપભાઈના પિતાશ્રી, કલ્પાબેન શશીકાંત મોઢા (ગાંધીનગર), ખીમેશભાઈ થાનકી (નવયુગ વિદ્યાલય)ના મોટાભાઈનું તા.પના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.9નાં પથી 6 વાડી પ્લોટમાં મિલેનિયમ ટાવર ક્લબ હોલ છે.

પોરબંદર: નિર્મળાબેન પ્રભુદાસભાઈ લાખાણી (ઉં.8પ) તે સ્વ. પ્રભુદાસભાઈ દ્વારકાદાસ લાખાણી (બીરલા ફેક્ટરી)નાં પત્ની, ધીરજલાલ દ્વારકાદાસ લાખાણીનાં ભાભી, દીપાબેન (દક્ષાબેન), પ્રભુદાસભાઈ લાખાણીનાં માતુશ્રી, યુગાન્ડા ઈન્ડ.વાળા સ્વ.લાલજીભાઈ પુરુષોત્તમભાઈ કાનાણીનાં પુત્રીનું તા.6નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.8નાં સાંજે 4.1પથી 4.4પ લોહાણા મહાજન વાડી, પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત પિયરપક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: નિર્મળાબેન રામૈયા (રાયમગિયા) (ઉં.74) તે ચેતનભાઈ પિતામ્બરભાઈ રામૈયાનાં પત્ની, સ્વ.ચંદ્રેશભાઈ, અનિલભાઈ, ધર્મેશભાઈનાં માતુશ્રી, સ્વ.ઈશ્વરભાઈ, સ્વ.નવિનભાઈ, સ્વ.કમલેશભાઈ તથા ભૂપતભાઈ રાજવીરનાં બહેનનું તા.6ના અવસાન થયું છે. તા.10ના સાંજે 4.30થી પ.30 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

માણાવદર: સોની કાન્તાબેન રૂગનાથભાઈ લોઢિયા (ઉં.84) તે સ્વ.રૂગનાથભાઈ મોહનભાઈ લોઢિયાનાં પત્ની, ચંદુભાઈ, સ્વ.જીતુભાઈ અને હરેશભાઈનાં માતુશ્રીનું તા.6નાં અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, સોની સમાજની વાડી, માવજી જીણા સોસાયટી પાસે, માણાવદર છે.

વાંકાનેર: સ્વ.ચંદ્રકાંત દેવશંકર આચાર્યનાં પત્ની હર્ષાબેન (ઉં.79)તે આતિશભાઈ, સેજલકુમારનાં માતુશ્રીનું તા.6નાં અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4.30થી 6 ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામચોક, વાંકાનેર છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઓખા: શ્રીરામ ટ્રાવેલ્સવાળા સ્વ.અમૃતલાલ છત્રભુજ ગોકાણીના પુત્ર જીતેન્દ્રભાઈ (જીતુભાઈ બસવાળા) (ઉં.68) તે ખુશાલભાઈ, સુરેશભાઈના મોટાભાઈ, વિશાલ, વરુણના અદાનું તા.6નાં અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષ (રાજેશભાઈ શામજીભાઈ મોદી) (મીઠાપુરવાળા)ની સાદડી તા.8નાં સાંજે પથી પ.30 ઓખા મેઇન બજાર, શ્રી ઉષેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ ખાતે છે.

ઉપલેટા: પાઠક દિનેશભાઈ ઓધવજીભાઈનાં પત્ની સરલાબેન તે રાહુલભાઈ, નિકુંજભાઈ પાઠકનાં માતુશ્રીનું તા.પ-પનાં અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4.30થી 6.30 વૃંદાવન પાર્ક, અમારાં નિવાસસ્થાન ઉપલેટા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક