• મંગળવાર, 18 જૂન, 2024

avsan nondh

જૂનાગઢ: દિપક અનંતરાય મહેતા તે સ્વ.મનસુખલાલ દામોદરદાસ રૂપારેલીયાના જમાઈ, તે અતુલભાઈ, સતિષભાઈના બનેવીનું તા.11ના અવસાન થયું છે. સાદડી તા.16ના સાંજે 5 થી 6, માંગનાથ મંદિર, જૂનાગઢ ખાતે છે.

રાજકોટ: અબ્બાસભાઈ ગુલામહુસૈનભાઈ વંજલાણી (ગોંડલ)(ઉ.58) તા.14ના વફાત થયેલ છે. જિયારતના સીપારા તા.16ના બપોરે કુત્બી મસ્જિદ મુકામે છે. બેસણું ગુરૂવારે તા.16ના સાંજે 5 થી 6, શીતલા માતા મંદિર, બેડીપરા છે.

જૂનાગઢ: મુળ થાણાપીપળી હાલ જૂનાગઢ નિવાસી લાડુબેન વલ્લભભાઈ ભોરણીયા (ઉ.86) તે જયંતિભાઈ વલ્લભભાઈ ભોરણીયાના માતુશ્રી, તે નચિકેતા, પાર્થના દાદીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારે 8 થી 11, વાસુ એપાર્ટમેન્ટ, હરિઓમનગર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ અને તા.16ના સાંજે 4 થી 6, માવા તથા વશરામ સમાજ, થાણાપીપળી ખાતે છે.

સોનપરા (ગિર ગઢડા): દિલસુખગીરી ઉર્ફે ભીખાગીરી મંચ્છાગીરી પાટમબરી  (ઉ.58) તે જીજ્ઞેશગીરી, હાર્દિકગીરીના પિતાશ્રી, તે નંદબાપુના મોટાભાઈનું તા.8ના અવસાન થયું છે.

અમરેલી: નવનીતભાઈ બાલુભાઈ ડોડીયા (ઉ.65) તે હિતેનભાઈ ડોડીયાના પિતાશ્રી, તે ભરતભાઈ, અરવિંદભાઈ ડોડીયાના મોટાભાઈનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4 થી 6, લુહાર જ્ઞાતિની વાડી, સવજીપરા રોડ, ચાંદની ચોક, અમરેલી છે.

રાજકોટ: ધનંજયભાઈ જયશંકરભાઈ જોષી (ઉં.83) તે કેતન જોષી, દેવાંગ જોષી, અમી પંડયાના પિતાશ્રીનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના સાંજે 6થી 7, રાષ્ટ્રીય શાળા, રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ચીભડિયા બ્રહ્મ સમાજના મૂળ ગામ રાજપરા હાલ રાજકોટ અનંતરાય ગીરજાશંકરભાઈ ભટ્ટ (ઉં.73) તે સ્વ.ગીરજાશંકરભાઈ મોરારજીભાઈ ભટ્ટના પુત્ર, તે સ્વ.ભવાનીશંકરભાઈ, સ્વ.નટવરભાઈ, સ્વ.રમણીકભાઈ, સ્વ.વિનુભાઈના ભાઈ, તે અશોકભાઈ, આશિષભાઈ, જ્યોતિબેન બિમલકુમાર જોષી (અમદાવાદ)ના પિતાશ્રી, તે યશ, જુલીના દાદા, તે સ્વ.મગનભાઈ પોપટભાઈ જોષી (રાજકોટ)ના જમાઈ, તે પ્રકાશભાઈ મગનભાઈ જોષીના બનેવીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના 4થી 6, રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, આનંદનગર મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

પોરબંદર: લાભશંકર હરિકૃષ્ણ ભટ્ટ (ઉં.91) તે ભરતભાઈ, અશ્વિનભાઈ, આશાબેન, હર્ષભાઈના પિતાશ્રી, તે નેવિલ અને નિધિના દાદાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના 4થી 6, તેમના રામવીરપાર્કના નિવાસ

સ્થાને છે.

રાજકોટ: વાલજીભાઈ ચનાભાઈ વાઘેલા (ઉં.64) તે મહેશભાઈ અને વિશાલભાઈ, ચેતનાબેનના પિતાશ્રીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના 5થી 7, કુળદેવી કૃપા, બ્લોક નં.139, અવધ પાર્ક શેરી નં.4, પાણીના ટાંકાની સામે, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

ચલાલા: બકુલભાઈ કરશનભાઈ કાકડિયા (ઉં.57)(કર્મચારી-આર.કે.એમ.એમ હાઈસ્કૂલ-ચલાલા) તે વ્રજ, મયુરીબેન, પલ્લવીના પિતાશ્રી, તે ઘનશ્યામભાઈ, બાબુભાઈ, સ્વ.કનુભાઈના ભાઈ, તે વિપુલભાઈના કાકાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારના 8થી સાંજના 6 કલાક સુધી ફૂલવાડી પ્લોટ, મહાદેવપરા, પટેલવાડીમાં ચલાલા છે.

રાજકોટ: લુહાર હેમંતભાઈ પરસોત્તમભાઈ સિદ્ધપુરા (ઉં.74) તે અશોકભાઈના મોટાભાઈ, તે હિરેનભાઈના પિતાશ્રી, તે અજયભાઈના ભાઈ, તે સ્વ.બાબુલાલ હીરજીભાઈ કારેલીયાના જમાઈનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 7, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, હાપલિયા પાર્ક, કોઠારિયા મેઈન રોડ,

રાજકોટ છે.

રાજકોટ : દ.સો.વણિક પ્રવીણાબેન જનાણી (ઉં.75)(મોટા દડવા વાળા) હાલ રાજકોટ તે ગિરધરલાલ નરશીદાસ જનાણીના પત્ની, તે પરેશભાઈ, હિતેષભાઈ, હિનાબેન સંજયકુમાર ગોરસીયા, ધર્મિષ્ઠાબેન નિલેશકુમાર લોટિયાના માતુશ્રી, તે પૂજાબેનના સાસુ, તે સ્નેહાબેન, પાયલબેનના દાદી, તે પિયુષભાઈ, કેતનભાઈ, હર્ષાબેન અને નિતાબેનના કાકીનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના સાંજે 5થી 7, પરેશભાઈ ગિરધરલાલ જનાણી પંચનાથ રેસીડેન્સી, શેરી નં.1, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, શક્તિ પાર્ક મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: વેરાવળ નિવાસી હાલ રાજકોટ દશા સોરઠિયા વણિક ભોગીલાલ પ્રભુદાસ શાહ (માંડવિયા)(ઉં.75) તે સ્વ.પ્રભુદાસ કપુરચંદ શાહના પુત્ર, સ્વ.પ્રવીણચંદ્ર રતિલાલ ગગલાણીના જમાઈ, તે નલિનીબેનના પતિ, તે સ્વ.રમેશભાઈ, ઈન્દીરાબેન ચંદ્રકાંત જસાપરા, બીપીનભાઈ, સ્વ.કુસુમબેન જીતેન્દ્રભાઈ વંકાણી, સ્વ.વિજયભાઈ, સ્વ.સોનલબેન લલિતભાઈ ગાંધીના ભાઈ, તે ગૌરવભાઈ, કરણભાઈ અને પારૂલબેન આશિષકુમાર પારેખના પિતાશ્રી, તે ઉર્વશીબેન અને પાયલબેનના સસરાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4-30 થી 6-30, સોપાન લક્ઝુરીયા, ડ્રિમસીટી પાસે, રૈયા હિલ, રાજકોટ છે.

રાજકોટ: પુષ્પાબેન બાલકૃષ્ણભાઈ વિઠ્ઠલાપરા તે રમણીકભાઈ કાનજીભાઈ માંડવિયા, રસીકભાઈ, પ્રફુલભાઈના બેનનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, બેડીપરા, વાંઢાપીપર

ખાતે છે.

ગઢડા(સ્વામીના): સ્વ.ચીમનલાલ અમરચંદ સોમાણીના પત્ની વિજયાબેન (ઉં.93) તે સ્વ.દિલીપભાઈ, હરેશભાઈ, જતીનભાઈ (સર્વોદય કટલેરી)ના માતુશ્રી, તે હાર્દિક, તેજસના દાદીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 6-30, ભાવસાર જ્ઞાતિની વાડી, હાઈસ્કૂલ ચાર રસ્તા ગઢડા છે.

ઇ-પેપરના નવા શુલ્ક