• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: રઘુવંશી સમાજના સ્ટેટ બેંકના નિવૃત્ત કર્મચારી સ્વ. હર્ષદભાઇ પોપટના પુત્ર, મૌલિકભાઇનું 43 વર્ષની નાની વયે અવસાન થતા તેઓના પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઇ. સમાજને  નવો રાહ ચિંધેલ છે. સ્વ. મૌલિકભાઇ હર્ષદભાઇ પોપટના ચક્ષુ વિવેકાનંદ યુથ કલબનાં માર્ગદર્શન મુકેશભાઇ દોશી, કન્વીનર અનુપમભાઇ દોશી, જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન, આઇ ડોનેશન ડ્રાઇવના ઉપેનભાઇ મોદી દ્વારા ચક્ષુદાન કરાવવામાં આવેલ. ડો. ધર્મેશ શાહ દ્વારા ચક્ષુનો સ્વીકાર

કરેલ. બન્ને સંસ્થાઓનું 106મું ચક્ષુદાન છે.

ચક્ષુદાન

ગોંડલ : સેવાભાવી મનસુખભાઈ જાદવભાઈ વઘાસિયા તે પ્રકાશભાઈ, હિરેનભાઈના પિતાશ્રીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, પટેલવાડી, જેલ ચોક, ગોંડલ ખાતે છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

રાજકોટ : નર્મદાબેન જયંતિલાલ ઠાકર (ઉં.71) તે અનિલભાઈ, ક્રિષ્નાબેન, માલતીબેનનાં માતુશ્રી, તે દિપેશભાઈનાં દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના 4થી 6, સ્પીડવેલ પાર્ટી પ્લોટ આગળ, અંબિકા ટાઉનશિપની સામે, લક્ષ્મણ ટાઉનશિપ, કે વિંગ, ગ્રાઉન્ડ ફ્લોરમાં છે.

પોરબંદર: રમેશભાઈ મોહનલાલ રાયચુરા (ઓધવજી વીરજી તેલવાળા)(ઉં.81) તે સ્વ.ચુનીભાઈ, સ્વ.પ્રફુલ્લભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, દીપકભાઈ, નયનભાઈ, જયંતભાઈના ભાઈ, તે સંજયભાઈ, કેતનભાઈ, હિતેશભાઈના પિતાશ્રીનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરાપક્ષની સાદડી તા.16ના 4થી 4-30, બીરલા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

ખાંભા: ભીખુભાઈ કલ્યાણજીભાઈ જેઠવા (ઉં.70)નું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6, ગણેશવાડી, લીમડીપરા, મુ.ખાંભા, જિ.અમરેલી ખાતે છે.

પોરબંદર: છાંયાનાં નર્મદાબેન નરભેશંકર થાનકી (ઉં.89) તે સ્વ.નરભેશંકર મકનજી થાનકીનાં પત્ની, તે હિતેશભાઈ, દિનેશભાઈ (બર્ડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ-નાનીનાતના પ્રમુખ), તે દક્ષાબેન હિતેશભાઈ મોઢાનાં માતુશ્રી, તે પાર્થ, વિક્રાંત, પ્રણવના દાદીમા, તે શિતલબેન દિનેશભાઈ થાનકીનાં સાસુનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના 4થી 5, બર્ડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક મંડળ, ઝુંડાળા ખાતે છે.

રાજકોટ: રાજકોટ નિવાસી રસિકભાઈ વલ્લભદાસ કુંડલિયા (ઉં.78) તે મનોજભાઈ, કુમારભાઈ (લાલો), વર્ષાબેન, જિજ્ઞાબેનના પિતાશ્રી, તે સ્વ.અનિલભાઈ, કનકભાઈના મોટાભાઈ, તે ચંદ્રિકાબેન જયેન્દ્રભાઈ મજેઠિયાના ભાઈ, તે મગનભાઈ હિંડોચાના જમાઈનું તા.14ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું તા.16ના સાંજે 5-30 વાગ્યે, અવધેશ્વર મહાદેવ મંદિર, નેત્રદીપ હોસ્પિટલ વાળી શેરી, સિદ્ધેશ્વર સોસાયટી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.રસિકલાલ ગોકળદાસ બાટવિયાનાં પત્ની પ્રભાબેન (ઉં.87) તે જીતેન્દ્રભાઈ, દિનેશભાઈ, અશોકભાઈનાં માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.16ના સાંજે 5થી 6, રૂષભ એન્કલેવ, જે.કે.પાર્ક, આલાપ ગ્રીન સિટી પાછળ, તુલસી સુપર માર્કેટની સામેની શેરી, રૈયા રોડ, રાજકોટ છે.

કુનડ: માવદિયા પ્રભુલાલ ગોવિંદભાઈ તે હરેશભાઈ, હિતેશભાઈના પિતાશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ના શનિવારે કુનડ ખાતે છે.

રાજકોટ: પાંચ પીપળાવાળા હાલ રાજકોટ ભાનુબેન અઘેરા (ઉં.67) તે નાથાલાલ નાનજીભાઈ અઘેરાનાં પત્ની, તે રાજેશભાઈ, ભાવેશભાઈ, જીજ્ઞેશભાઈનાં માતુશ્રી, તે ભૂપતભાઈ, ચીમનભાઈ, મુકેશભાઈ, બકુલભાઈનાં કાકી, તે સ્વ.ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ ભારદિયા (જેતપુર)નાં દીકરી, તે નિરંજનભાઈ, કિશોરભાઈ મહેશભાઈ ભારદીયા, હંસાબેન નટવરલાલ સંચાણિયા, ચંદનબેન વિનોદભાઈ કથ્રેચાનાં બહેનનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4-30થી 6, પિયરપક્ષનું બેસણું સાથે શ્યામ મંદિર, રામનગર સોસાયટી, શેરી નં.4, કોઠારિયા રિંગ રોડ, રાજકોટ છે.

પોરબંદર: મૂળ માંડવા હાલ પોરબંદરનાં દિવ્યાબેન મોઢા (ઉં.61) તે પ્રવીણચંદ્ર જગજીવન મોઢાનાં પત્ની, તે સ્વ.કાંતિલાલ થાનકીનાં પુત્રી, તે કિશોરભાઈ, રાજુભાઈ તથા મુકેશભાઈનાં ભાભીનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના 5થી 7, પોરબંદરના ઝુંડેશ્વર મહાદેવ મંદિરે છે.

રાજકોટ: સ્વ.દયાબેન વજુભાઈ રાવરાણી (ઉં.9ર) મૂળ ગામ સુલતારપુર હાલ રાજકોટ તે અરવિંદભાઈના માતૃશ્રી, ગોપાલના દાદીનું તા.1પના અવસાન થયું છે. બેસણું તા.17ના વાળંદ સમાજની વાડી, લક્ષ્મીનગર ખાતે છે.

વેરાવળ: સ્વ. શાંતિલાલ ગોવિંદજી સુચક (માધુપુર ગિરવાળા)ના પુત્ર હસમુખલાલ (ઉં.6પ) (પ્રુડન્ટ બુક સ્ટોર્સ) તે કલ્પેશભાઈ, ચિરાગભાઈ, ક્રિષ્નાબેન ગોપાલકુમાર મશરૂ (સાવરકુંડલા)ના પિતાશ્રી, મહેન્દ્રભાઈ (જીએચસીએલ) નરોતમભાઈ, મંગળાબેન, હર્ષાબેનના મોટાભાઈ, સ્વ.નાથાલાલ હીરાલાલ બુદ્ધદેવ (લુશાળાવાળા)ના જમાઈનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું પિયર પક્ષની સાદડી તા.16ના સાંજે પથી 6 કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર (પોસ્ટ ઓફિસ રોડ) વેરાવળ છે.

રાજુલા: રામાનંદી સાધુ લાભુરામ પરશોતમદાસ ટીલાવત (ઉં.9ર) તે નલીનભાઈ, રાજેન્દ્રભાઈના પિતાશ્રીનું તા.1રના અવસાન થયું છે. બેસણુ તા.16ના 4થી 6 સ્વામિનારાયણ ગુરુકુળ, રાજુલા ખાતે છે.

રાજકોટ: મૂળ મોરબી હાલ રાજકોટ તે સ્વ.બટુકભાઈ, સ્વ.હસુભાઈ હિતેષભાઈ (ભરૂચ) હંસાબેન રમેશકુમાર વિશાવાડીયા (રાજકોટ), અરુણાબેન મહેન્દ્રકુમાર અંબાસણા (રાજકોટ), નીતાબેન ગુણવંતલાલ પિલોજપરાના માતુશ્રી, ગોરધનભાઈ મોહનલાલ અનુવાડિયાના મોટા ભાભીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે પથી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, ભક્તિનગર શેરી નં.7 રાજકોટ છે.

માળિયા હાટીના: રંજનબેન (રમાબેન) (ઉં.73) તે રાજુભાઈ મગનભાઈ રતનધાર્યાના પત્ની તથા રોનીલભાઈ (કાનાભાઈ), તુષારભાઈ, તેજસભાઈના માતુશ્રી તેમજ જૂનાગઢ નિવાસી સ્વ. જગજીવનભાઈ જીવરાજભાઈ કોટેચાના પુત્રીનું તા.1પના અક્ષરવાસ થયું છે. અંતિમ યાત્રા તા.16ના સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાન ચિત્રકૂટ ધામથી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક