• મંગળવાર, 18 જૂન, 2024

avshan nodh

રાજકોટ: ડો. હંસરાજભાઇ ગોપાલભાઇ પીપળિયા (ઉં.82)તે  સ્વ. જગદીશભાઇ, જયેશભાઇ, ડો. દીપકભાઇ (રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી)ના પિતાશ્રી, પૃથ્વી, કુ.ડો. હેમાદ્રી, જયભાઇ, કુ. યશ્ચિ, હરિકૃષ્ણ, વેદાંશના દાદાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 5થી 7, 1- રાધાનગર, ‘રાજહંસ’ પાર્ટી  પ્લોટ, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ છે.

રાજકોટ : મૂળ જામકંડોરણા હાલ રાજકોટ શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.દામોદરભાઈ છગનલાલ પંડયાના પૌત્ર તેમજ રોહીણીબેન અને રાજેન્દ્રભાઈ પંડયા (કાપડ મિલ)ના પુત્ર સમીરભાઈ (ઉં.36)(આઈસીઆઈસીઆઈ બેંક રાજકોટ) તે રીંકુબેનના પતિ, તે ઉપેન્દ્રભાઈ (જનસત્તા પ્રેસ), મધુસુદનભાઈ (અમેરિકા), જર્નાદનભાઈ (આરસીસી બેંક-ભારત સેવક સમાજ), સ્વ.મુકુંદભાઈ (આરએમસી), કમલેશભાઈ (જનતા ક્રેડિટ સોસાયટી)ના ભત્રીજા, તે વિનોદભાઈ ગિરધરલાલ પંડયા (અરડોઈ)ના જમાઈ, તે જયદીપભાઈના બનેવીનું તા.17ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું ઉઠમણું, બેસણું તા.20ના સાંજે 5-30 થી 6-30, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

રાજકોટ: ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.બાબુલાલ ત્રિભોવન ભટ્ટના પુત્ર પ્રફુલ્લભાઈ (ઉ.69) તે સ્વ.પ્રભુલાલભાઈ, કિશોરભાઈ, શિરીષભાઈ, ચંદ્રકાંતભાઈ, રેખાબેન અને નયનાબેન રાજેશભાઈ દવેના ભાઈ, તે કંદર્પ (આઈસીઆઈસીઆઈ બેંક), આરતીબેન અમરકુમાર દવેના પિતાશ્રી, તે સ્વ.હર્ષદરાય વિશ્વનાથ જોષી (કોટડાસાંગાણી)ના જમાઈનું તા.17ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું, બેસણું તા.20ના સાંજે 4થી 5, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ છે.

અમરેલી: રેશ્માબેન રમેશભાઈ વ્યાસ (ઉં.50) તે રમેશભાઈ દુર્લભજીભાઈ વ્યાસના પત્ની, તે દીપના માતા, તે સવિતાબેનના પુત્રવધુ, તે મુકેશભાઈના નાનાભાઈના પત્ની, તે અશ્વિનભાઈના ભાભીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6, પિયર પક્ષનું બેસણું સાથે છે.

બગસરા: સ્વ.નરસિંહભાઈ હિરજીભાઈ ચૌહાણ (નિવૃત્ત આચાર્ય મેઘાણી હાઈસ્કૂલ)ના પત્ની શારદાબેન (ઉં.80) તે રાજુભાઈ, પરેશભાઈ (મેઘાણી હાઈસ્કૂલ) અને કેતનભાઈના માતુશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6, સોરઠિયા બોર્ડિંગ, અમરપરા, બગસરા છે.

ઓખા: પાર્થ પ્લાયવુડવાળા સ્વ.કમલેશભાઈ રતિલાલભાઈ પરશમાર (ઉં.55) તે અનિલભાઈના મોટાભાઈ, તે પાર્થ, ધ્રુવના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સાંજે 5 વાગ્યે ઉષેશ્વર મહાદેવ મંદિર, મેઈન બજારમાં છે.

મોરબી: ચા.મ.મોઢ બ્રાહ્મણ હિરોબન જયશંકરભાઈ જોષી (ઉં.93)(પંચાસર) હાલ મોરબી તે હરિપ્રસાદ મોહનલાલ, સ્વ.દેવીપ્રસાદ, સુરેશભાઈ, રામભાઈ, શ્યામભાઈ જોષીના ભાભી, તે નિખિલ, કેતન, દિવ્યાબેન નિલેશકુમાર દવેના ભાભુ, તે દેવ, ઉર્મિ, મયુરના દાદી, તે હરિલાલ રામકૃષ્ણ દવે (કેરાળા)ના દીકરીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.20ના 5-30થી 6-30, ચા.મ.મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ, મોરબી ઉપરના વિભાગમાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ડોળાસા: મૂળ કાણકિયા તેમજ વેળાકોટવાળા હાલ સુરત મનસુખલાલ અમૃતલાલ કાનાબાર (ઉં.70) તે જયેશભાઈ, તુષારભાઈના પિતા, તે હરેશભાઈ, પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, ભરતભાઈ, હસમુખભાઈના મોટાભાઈનું તા.18ના સુરત મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના રાત્રે 8થી 10, સરદાર પટેલ સમાજની વાડી, તળાવની સામે, પૂના ગામ સુરત છે.

પોરબંદર : મૂળ હાથલા હાલ પોરબંદર જાગૃતિબેન શરદભાઈ મોઢા (ઉં.વ.41) તે શરદભાઈ લાભશંકર મોઢાનાં પત્ની, તે સ્વ.લાભશંકરભાઈ, કંચનબેનના પુત્રવધૂ, તે હિતેશભાઈ, વિરેનભાઈના નાનાભાઈનાં પત્ની, તે મૂળજીભાઈ જોષીનાં પુત્રી, તે રાજેશભાઈ, નિપાબહેનનાં બહેનનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા (ઉઠમણું) તા.23ના 4થી 5, તેમનાં ખોડિયાર સોસાયટીનાં નિવાસસ્થાને છે.

મોરબી: ચા.મ.મોઢ બ્રાહ્મણ સ્વ.ઉમિયાશંકર હરજીવન પંડયાના પુત્ર પ્રભાશંકર (રાજપરવાળા)(ઉં.74) તે મનીષભાઈ, સીમા ભાર્ગવકુમાર ભટ્ટના પિતાશ્રી, તે અમૃતલાલ હરજીવન પંડયા, સ્વ.ભાનુશંકરના ભત્રીજા, તે સ્વ.રેવાશંકર શંકરલાલ જોષીના જમાઈનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના 5થી 6, બંન્ને પક્ષનું સાથે ચા.મ.મોઢ બ્રાહ્મણવાડી, સાવસર પ્લોટ, 10/11 મોરબી છે.

રૂપાવટી (ગોંડલ): રાયજાદા રાજકુંવરબા કિરીટસિંહ (ઉં.78) તે જયેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ (જેટકો ગોંડલ) તથા રામદેવસિંહ (પી.જી.વી. સી.એલ.વિરપુર)નાં માતુશ્રીનું તા.16ના અવસાન થયું છે.

રાજકોટ: વાસુદેવ ઘનશ્યામદાસ બેટાઈ (ઉં.86)નું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું (પઘડીયું) તા.19ના સાંજે 5-30, અમરનાથ મંદિરે, 3-જગન્નાથ પ્લોટ, બિગ બજારની પાછળ છે.

ધોરાજી: ઔદિચ્ય ગોહિલવાડી (ઘેલા રામજી) હાલ ધોરાજી નિવાસી કિશોરભાઈ ડાયાભાઈ ઠાકર (નગરપાલિકા નિવૃત્ત કર્મચારી)નાં પત્ની ઈન્દુબેન (ઉં.66) તે સ્વ.વિમલભાઈ, રાજુભાઈ, સોનલબેન (રાજકોટ), મનીષાબેન (ગોંડલ)નાં માતુશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6, સમસ્ત બ્રહ્મ સમાજ, બગીચા પાસે, ધોરાજી છે.

ગઢડા (સ્વામીના): સ્વ.કનુભાઈ ભાયાભાઈ સોઢાતરનાં પત્ની નંદકુંવરબેન (ઉં.75) તે મનિષભાઈનાં માતુશ્રી, તે કાંતિભાઈ ગીગાભાઈ સોઢાતર (ગઢડા), હિંમતભાઈ (ભાવનગર), હરેશભાઈ (એડવોકેટ-ગઢડા)નાં ભાભીનું બેસણું તા.20ના બપોરે 4થી 6, તેમનાં નિવાસસ્થાને, સંધી ચોક

ખાતે છે.

રાજકોટ: ગાંડાલાલ જેઠાલાલ ગોટેચા (ઉં.94) તે સ્વ. હિરેનભાઇ, કિર્તિભાઈ, સુરભીબેન, અંજનાબેનના પિતાશ્રી, સ્વ. જમનાદાસ વશરામભાઇ ગઢિયાના જમાઈનું તા.18નાં અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી સાથે તા.20ના સાંજે 5-30 કલાકે રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક પાસે, સુભાષનગર મેઇન રોડ, રાજકોટ છે.

 

 

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત કુલસચિવ જયંતભાઈ

ઉદાણીનું અવસાન : કાલે પ્રાર્થનાસભા

રાજકોટ: જયંતભાઈ મણીલાલભાઈ ઉદાણી (નિવૃત્ત કુલસચિવ) (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)(ઉં.90) તે સ્વ.હંસાબેનના પતિ, તે સ્વ.સુરજબેન અને સ્વ.મણીલાલભાઈના દીકરા, તે સ્વ.અરૂણભાઈ, સ્વ.સતીષભાઈ, સ્વ.નિર્મળાબેન, સ્વ.મીનાબેન અને નીલાબેનના ભાઈ, તે પરેશભાઈ, કેતનભાઈ (એડવોકેટ), પારસભાઈના કાકા, તે જયદીપ (જયભાઈ)ઉદાણી (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, રાજકોટ)ના પિતાશ્રી, તે પીનાના સસરા, તે આશીના દાદાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા/બેસણું તા.20ને સોમવારે સાંજે 5-30 થી 6-30, રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં.98985 90009.

ઇ-પેપરના નવા શુલ્ક