• મંગળવાર, 18 જૂન, 2024

avsan nondh

ચક્ષુદાન

પોરબંદર: જયશ્રીબેન કોટેચા (ઉં.71)તે જયકરભાઈ જે. કોટેચાનાં પત્ની, દીપ, જાન્વીબેન થાનકીનાં માતુશ્રી, દિનેશભાઈનાં ભાભી, ચંદ્રિકાબેન સવજાણી, અરુણાબેન ઉનડકટ, શોભનાબેન કાનાબારનાં ભાભી, ઉર્મિબેન કોટેચા, અજયભાઈ થાનકીનાં સાસુ, ગ્રીશા અને હિતાર્થનાં નાનીમા, ભારતીબેન (દીપાબેન) પલાણનાં મોટા બહેનનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના 3-30થી 4 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે. સદ્ગતનું ચક્ષુદાન

કરેલ છે.

રાજકોટ: મુળ જામકંડોરણા વાળા હાલ રાજકોટ કિરણબેન કિશોરભાઈ વઢવાણીયા (ઉ.72) તે વિશાલભાઈ, સ્વ.સોનલબેન, હેમાબેન, હર્ષાબેનના માતુશ્રી, તે કમલભાઈ વડનગરા તથા મહેશભાઈ વડનગરાના બહેનનું તા.11ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું બેસણું તા.13ના સાંજે 5 થી 6, પુરીબેન હોલ, જિલ્લા ગાર્ડન ચોક, રાજકોટ છે.

ગોંડલ: મુળ સેમળા હાલ ગોંડલ રામાનંદી સાધુ ઘનશ્યામદાસ હરજીવનદાસ અગ્રાવત (ઉ.66) તે ધવલભાઈ, કમલભાઈ, સુનીલકુમાર, રૂચીતાબેન (અમદાવાદ)ના પિતાશ્રી, તે બિહારીબાપુ (પોસ્ટ)(ગોંડલ), મનસુખભાઈ (રાજકોટ), બંસીદાસ (ઝાલણસર), સ્વ.રમેશભાઈ (ગોંડલ), નટુભાઈ, શિલ્પાબેન નિમાવત (જૂનાગઢ)ના ભાઈ, તે વિનોદરાય દેવમુરારી (બગસરા)ના જમાઈનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના સાંજે 5 થી 7, અમરનાથ મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન પાસે, ગોંડલ છે.

રાજકોટ: લતીપુર નિવાસી હાલ રાજકોટ વોરા જેસંગલાલ ગોકળદાસના પુત્ર જયસુખલાલભાઈ (ઉ.86) તે હિતેશભાઈ (લતીપુર), પરેશભાઈ, વિમલભાઈ, વર્ષાબેન ભુપતભાઈ વોરા (અમદાવાદ)ના પિતાશ્રી, તે સ્વ.રમણીકભાઈ (લતીપુર), લલીતભાઈ (રાજકોટ) તથા સ્વ.ગુણવંતીબેન બાલાયદ (રાજકોટ) તથા પુષ્પાબેન મહેન્દ્રભાઈ મહેતા (કલકતા)ના ભાઈ, તે વાંકાનેર  નિવાસી સંઘવી વનેચંદભાઈ જુંજાભાઈના જમાઈનું અવસાન થયું છે. ઉઠમણું તા.14ના સવારે 9-30 કલાકે પ્રહલાદ પ્લોટ દેરાસર, રાજકોટ છે. પ્રાર્થનાસભા સવારે

11 કલાકે વિશાશ્રીમાળી

જ્ઞાતિની વાડી, 11-કરણપરા, રાજકોટ છે.

સાવરકુંડલા: સાવરકુંડલા નિવાસી અરૂણાબેન હસમુખભાઈ ખોલકિયાના પુત્ર નિકુંજભાઈ (ઉ.42) તે જીજ્ઞાબેનના પતિ, તે દિયા, દીક્ષાના પિતાશ્રી, તે ગિરીશભાઈ, રમેશભાઈ ખોલકીયા, જ્યોતિબેન જયંતિલાલ જાદવ (રાજકોટ), ભારતીબેન મેહુલકુમાર પરમાર (કોળિયાક), હીનાબેન જયસુખભાઈ ચોટલીયા (ઈંદોર)ના ભત્રીજા, તે હીનાબેન વિજયકુમાર સાપરિયા (બોટાદ)ના ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6, મારૂતિનગર શેરી નં.3, સાવરકુંડલા ખાતે છે.

સાવરકુંડલા: રાજુભાઈ ખુશાલભાઈ વાળા (ઉ.40) તે મનોજભાઈના ભાઈ, તે જયના કાકાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6, દેવળા ગેટ, પોલીસ ચોકી પાછળ, સાવરકુંડલા છે.

પોરબંદર: દિપકભાઈ અનંતરાય મહેતા (ઉ.56) તે અનંતરાય મોહનલાલ મહેતાના પુત્ર, તે નયનાબેનના પતિ, તે પરેશભાઈ, વિજયભાઈ, ભાવીનભાઈના ભાઈ, તે સંજયભાઈના પિતાશ્રી, તે દર્શના દાદાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4-15 થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોનું સંયુક્ત છે.

ડોળાસા: નાનાલાલ જગજીવનદાસ કાનાબાર (મુંબઈ)(ઉ.81) તે રાજેશભાઈ અને સંજયભાઈના પિતા, તે સાહિલ, ધીરના દાદા, તે ચંદુભાઈના નાનાભાઈ, તે પ્રવિણભાઈ, રજનીકાંતભાઈ, બિપીનભાઈ, માલતીબેન યોગેશકુમાર ઠક્કર, રણજીતભાઈ કાનાબાર અને મીનાબેન ઉર્ફે દીકુબેન તલિકોટીના મોટાભાઈ, તે મનોજભાઈના કાકા, તે મયંકભાઈ, મેહુલભાઈ ઠક્કર, નેહા ઉર્ફે બીટુ તાલિકોટીના મામાનું તા.10ના અવસાન થયું છે.

રાજકોટ: યામિનીબેન દીક્ષિત (ઉ.77)તે સ્વ. તુષાર દીક્ષિતના પત્ની, પિનાકીન બિહારીલાલ આચાર્ય અને સ્વ. દેવયાની વોરાના બહેન, પ્રાચી અને તર્પણના માતાનું યુએસએ ખાતે અવસાન થયું છે.

 

બિલખાના વતની પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમરનું અવસાન: ગુરુવારે બેસણું

જૂનાગઢ-લીલાખા: બીલખા, તા.12: બિલખાના વતની અને પૂર્વ ધારાસભ્ય રત્નાભાઇ મનજીભાઇ ઠુંમર (ઉ.વ.103)તે સવજીભાઇ, ધનજીભાઇ, જીતેન્દ્રભાઇ અને કિશોરભાઇના પિતાશ્રીનું તા.12ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.16ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને બિલખા ખાતે રાખેલ છે.

રત્નાભાઇ મનજીભાઇ ઠુંમરનું 103 વર્ષની ઉંમરે દેહાવસાન થતાં સૌરાષ્ટ્ર પ્રદેશે એક સંનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે. ઉલ્લેખનીય છે કે, સોરઠ પ્રદેશમાં વસવાટ કરતા મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞોમાં સૂર્યકાંતભાઇ આચાર્ય કે જેઓ વનવાસી ક્ષેત્રમાં વન બંધોના કલ્યાણ અર્થે જીવન પર્યત પોતાની જિંદગી ખર્ચી હતી અને સોરઠમાં ખેડૂતો પર અગાઉની સરકારોએ લાદેલી લેવી પ્રથા એટલે કે લેવીકરને નાબૂદ કરવા માટે જેમણે લોકલડતને અંજામ આપ્યો હતો. એવા પ્રખર સત્યનિષ્ઠ રત્નાભાઇ ઠુંમર પ્રધાનમંત્રીશ્રીના અંગત વર્તુળ પૈકીના આત્માઓ રહ્યા છે. આજે રત્નાભાઇએ 103 વર્ષની ઉંમરે પોતાના વિશાળ પરિવારને વિલાપ કરતો મૂકીને વૈકુંઠ તરફ પ્રયાણ કર્યુ છે, ત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશે એક મૂલ્યનિષ્ઠ નેતૃત્વની ખોટ પડી છે. રાજકીય કારકિર્દી દરમિયાન રત્નાભાઇ ઠુંમરે સરકારની  તિજોરીમાંથી ક્યારેય એક પણ પૈસાનો ભથ્થાનો સ્વિકાર કર્યો નથી. ધારાસભ્ય પદે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ સામાન્ય એસટી બસમાં જ ગાંધીનગર ખાતે જવા આવવાની નેમ રાખી હતી.

રત્નાભાઇએ લાલ બહાદુર શાત્રીના અઠવાડીયે એક ટંક અને અન્ન ત્યાગની વિભાવનાને જીવન પર્યત સ્વિકારીને પોતાના પરિવાર સાથે દર સોમવારે એક ટંક ભોજન નહી સ્વિકારવાની પ્રથા કાયમી અમલ બનાવી રાખી હતી. આ જ રીતે રત્નાભાઇએ પોતાના માતૃશ્રી જીવી બાના સ્મરણ અર્થે પોતાની પાસે એક અલગ આવકનો સોર્સ જળવાઇ રહે તે માટે જમીન રાખી તેમાંથી ઉત્પાદિત ખેત ઉત્પાદનમાંથી થતી આવક ગામની વિધવા ત્યકતા બહેનોના કલ્યાણ અર્થે, ગરીબ બાળકોના શિક્ષણ અર્થે, ગામની ગૌશાળાના દાન માટે અને જરૂરીયાત મંદ પરિવારોને અન્ન વિતરણ થઇ શકે તે દિશામાં સત્કાર્ય કરતા રહ્યા છે ત્યારે તેઓએ પ્રધાનમંત્રીશ્રીની હાકલને સાંભળીને કોરોના કાળે પ્રધાનમંત્રીના ફંડમાં એકાવન હજાર રૂપિયાની નિધિ, ભગવાન શ્રીરામના નીજ મંદિરના નિર્માણમાં 25000 રૂપિયાનું અનુદાન, સૈનિક વેલફેર કલ્યાણ ફંડમાં બીપીન રાવતના સ્મરણાર્થે પોતે 51000ની નિધિ લખાવીને સત્કાર્ય હિસ્સો જોડયો હતો. આમ રત્નાભાઇ ઠુંમર આજે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે તેમના ચીરકાલીન કાર્યો આ સમાજને નવો રાહ ચિંધતા રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક