• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: પારૂલબેન હિતેશભાઈ પરમારનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવ્યું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 885મું ચક્ષુદાન થયું છે.

રાજકોટ: મિલનભાઈ ભુદરલાલ શાહ (ઉં.62)નું તા.18ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.20ના સવારે 7-30 કલાકે તેમના નિવાસ સ્થાન રાજકોટથી નીકળશે. ઉઠમણું તા.20ના સાંજે 4 કલાકે સ્થાનકવાસી જૈન સંઘ, વિરાણી પૌષધ શાળા, કોઠારીયા નાકા, પેલેસ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: વિરલભાઇ પ્રવિણભાઇ વ્યાસ (ઉ.54) તે ઔ.ખ. બ્રાહ્મણ પ્રવિણચંદ્ર ત્રંબકલાલ વ્યાસના પુત્ર, ભાવિષાબેનના પતિ, ઓમ વિરલભાઇ વ્યાસના પિતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 6 ‘ૐ કારેશ્વર’ મહાદેવ મંદિર, એલિમેન્ટ હોટલની ગલીમાં, શાળા નંબર 90 પાસે, ગાંધીગ્રામ રાજકોટ છે.

જામનગર: મંજુલાબેન ગીરધરભાઇ બારાઇ (ઉ.75) તે કમલેશભાઇ, ભાવેશભાઇ અને આશિષભાઇના માતા (મૂળ સલાયા વાળા, હાલ જામનગર)નું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા મોસાળ પક્ષની સાદડી તા.20ના 4 થી 4-30 ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, જામનગર છે.

જૂનાગઢ: મનસુખલાલ ઉમીયાશંકર મહેતા (ઉ.87) (મોરબીનાળા) તે શારદાબેનના પતિ, પ્રકાશભાઇ અને અલ્પાબેન બંકિમ રાવલના પિતા, અમીબેનના સસરા, સ્વ. દિનેશભાઇ, સ્વ. દિલીપભાઇ, મહેન્દ્ર અને અરૂણભાઇના ભાઇ, ચકુભાઇ રાજારામ જોષી (મોટા દડવા)ના જમાઇ, સ્વ. ડો.ડી.ડી. નાણાવટીના વેવાઇનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ના સાંજે 4 થી 6 કોમ્યુનિટી હોલ, નોબલ ક્રાઉન એપાર્ટમેન્ટ, રાયજીબાગ, જૂનાગઢ છે.

જામનગર: રામાનંદી સાધુ કુબાવત પંકજ છેલભાઇ (ઉ.58) (નિવૃત્ત કર્મચારી બીએસએનએલ) તે સ્વ. છેલભાઇ કુબાવત (આચાર્ય પ્રભુલાલ સંઘરાજ વિદ્યાલય)ના પુત્ર, ધવલભાઇ (એસવીએમ સ્કૂલના શિક્ષક)ના પિતા, રેખાબેન (કુમાર મંદિરના નિવૃત્ત આચાર્ય), હિમાંશુભાઇના નાનાભાઇ, સંજયભાઇના મોટાભાઇ તથા સ્વ. વાસુદેવભાઇ તથા ડો. રશ્મીકાંતભાઇના ભત્રીજાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 5-30 નર્મદેશ્વર મહાદેવ મંદિર પંચવટી સોસાયટી, જામનગર છે.

જામનગર: લલીતાબેન પરમાર તે સ્વ. શાંતિલાલ મુળજીભાઇ પરમારના પત્ની, પરેશભાઇ, દિલીપભાઇ, ધર્મેન્દ્રભાઇના માતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 6 કોટેશ્વર મહાદેવ મંદિર, શ્રીનાથ પાર્ક સોસાયટી, ત્રિમંદિર પાછળનો રોડ, જામનગર છે.

જામનગર: જામનગર નિવાસી (મુળ સલાયા)ના મંજુલાબેન ગીરધરભાઇ બારાઇ (ઉ.75) તે કમલેશભાઇ, ભાવેશભાઇ, આશિષભાઇના માતાનું તા.18ના  અવસાન થયું છે. પ્રાર્થના સભા, મોસાળપક્ષની સાદડી તા.20ના સાંજે 4 થી 4-30 પાબારી હોલ, તળાવની પાળ પાસે,  જામનગરમાં ભાઇઓ, બહેનો માટે છે.

રાજકોટ: મંગળાબેન ગોવિંદભાઇ કુંડલીયા (ઉ.90) તે કમલેશભાઇ, કુમુદબેન અરવિંદભાઇ વિઠ્ઠલાણી (કોડીનાર), મીનાબેન શિરીષકુમાર નાગ્રેચા (રાજકોટ) અને દક્ષાબેન હરેશકુમાર વિઠ્ઠલાણી (કોડીનાર હરીકાકા)ના માતા,  ધવલભાઇ, સ્વિટુબેન નિકામકુમાર ગદાના દાદી, સ્વ. ગિરધરભાઇ કલ્યાણજીભાઇ નથવાણીના  પુત્રી, હસમુખભાઇ,  હર્ષદભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, કિશોરભાઇ અને ભરતભાઇ નથવાણીના બહેનનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.20ના બપોરે 4-30 થી 5-45 સુધી નીલકંઠ હોલ (બેઝમેન્ટ), સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

સાણથલી: ઔદિચ્ય -ખરેડી સમવાય બ્રાહ્મણ અરવિંદભાઇ હરિશંકર વ્યાસના પત્ની પ્રવિણાબેન (ઉ.78) તે ભરતભાઇ, વિમલભાઇ, સ્વ. મયુરભાઇના માતા, દામોદર ડાયાલાલ ઠાકર (મોટા ભાડુકીયા)ના દીકરી, અવધ, ઋષિ, ધારા, અંકિતા, નિશા અને આશાના દાદીનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.21 પ્રતાપપુર (નવાગામ) મુકામે આટકોટ રોડ ખાતે છે.

જામખંભાળિયા: ભાણવડ નિવાસી સ્વ. અનંતરાય એસ. રાવલના પત્ની શાંતાબેન (ઉ.70) તે મુન્નાભાઇ (કિરીટભાઇ), જીતુભાઇ રાવલના માતા, વિક્રાંત અને ધ્રુવના દાદીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20નાં બપોરે 4 થી 4-30 વિશ્વકર્મા વાડી, રણજીતપરા, ભાણવડ છે.

જૂનાગઢ: હિંમતભાઇ રણછોડભાઇ ભટ્ટ તે પ્રતિકભાઇ અને નિકુંજભાઇના પિતા, ભાજપ અગ્રણી અશોકભાઇ ભટ્ટના વડીલ બંધુ, અમિતભાઇ, આશિષભાઇ અને જસ્મીનભાઇના મોટા બાપુજીનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.21ના સાંજે 4 થી 6 બ્રહ્મસમાજ કન્યા છાત્રાલય હોલ, બિલખા રોડ, રામ નિવાસ પાસે, જૂનાગઢ છે.

પોરબંદર: કેતનભાઇ શશીકાંત હાથી (ઉ.53) તે સ્વ. શશીકાંત ભગવાનજીભાઇ હાથીના પુત્ર, મીતના પિતા, સ્વ. હેમેન્દ્રભાઇ હાથી, હરીશભાઇ હાથીના ભત્રીજા, સ્વ. હરીશભાઇ કાનાણી, કિશોરભાઇ કાનાણી, ચંદ્રકાંત નાથાલાલ કાનાણી (સીકંદરાબાદ)ના ભાણેજ, તૃપ્તીબેન જીતેનભાઇ ભોજાણીના ભાઇનું તા.18ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું: તા.20ને ગુરૂવારે સાંજે 4 થી 5 છે.

જેતપુર: સ્વ. જેસુખલાલ અમૃતલાલ મણિયારના પુત્ર અનંતરાય (ઉ.74) તે પ્રવિણભાઇ, નવીનભાઇ, હર્ષદભાઇના ભાઇ, અમિતભાઇ, દિપેશભાઇ, ઉષાબેન કલ્પેશભાઇ માધવાણીના પિતા, શૌર્ય, રીશાન, નેકસા ના દાદાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20 ના સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિયની વાડી, ફુલવાડી, ભાદર રોડ, જેતપુર છે.

રાજકોટ: સ્વ. મનહરલાલ જે. કામદારના પુત્ર વિજયભાઇ તે અનુપમાબેનના પતિ, રાજેશભાઇ અને રેખાબેન રાજેશકુમાર બાટવીયાના મોટા ભાઇ, જીગ્નેશ તેમજ પૂનમના પિતા, સેજલ તેમજ દીપક ટી. મોદીના સસરા, ગાથાના દાદા, માનવના નાના, સ્વ. અમૃતલાલ માણેકચંદ શેઠ મોરબીના જમાઇનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું: તા.21નાં સવારે 11-30 વાગ્યે પારસધામ જૈન દેરાસર, 1- જલારામ પ્લોટ, નિર્મલા રોડ, ફાયર બ્રિગેડ પાછળ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક