• રવિવાર, 16 ઑગસ્ટ, 2026

avshan nodh

અબતકના ક્રાઇમ રિપોર્ટર મયુરીબેન હરવરા (ભાનુશાળી)નું અવસાન

જામનગરઃઅબતક સાંધ્ય દૈનિકના ક્રાઇમ રિપોર્ટર મયુરીબેન રતનભાઇ (ભાનુશાળી) (.24) તે સ્વ. કલ્પનાબેન રતનભાઇ હરવરાના પુત્રી, પાર્વતીબેન ગોપાલભાઇ હરવરાના પૌત્રી, સંધ્યા, રશ્મી, જયેશભાઇ, મંજુલાબેન, મેઘજીભાઇ, જીનલબેન, જોગેશભાઇ, મેઘજીભાઇના બહેનનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.15નાં સાંજે 6 થી 7 56/ દિગ્વિજય પ્લોટ, ભાનુશાળી સમાજની વાડી, જામનગર ખાતે છે.

 

 

તાલાલાનાં પૂર્વ હોમગાર્ડ કમાન્ડર નરોત્તમભાઇ ઉનડકટનું અવસાન

તાલાલા ગિર તાલાલા શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ લોકપ્રિય પૂર્વ હોમગાર્ડ કમાન્ડર નરોત્તમભાઇ લીલાધરભાઇ ઉનડકટ (.89) નું અવસાન થયું છે. 1971માં પાકિસ્તાન સાથે થયેલ યુધ્ધ સમયે તાલાલા શહેરમાં લાંબો સમય અંધારપટ વખતે હોમગાર્ડ જવાનો સાથે શહેરમાં અવિરત પેટ્રોલિંગ સાથે રાત્રિ વ્યવસ્થા જાળવવા તથા 1983 માં વાવાઝોડા સાથે શહેરમાં થયેલ પૂર હોનારત વિગેરે આફત સમયે લોક ઉપયોગી સેવામાં સ્વ. નરોત્તમભાઇનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું. સ્વર્ગસ્થની ગૌરવરૂપ પરોપકારી સેવાકીય કાર્યો સબબ રાજ્ય સરકારે મુખ્ય મંત્રી પુરસ્કાર, કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરી સ્વ. નરોત્તમબાપુને સન્માનિત કર્યા હતા. સ્વ. નરોત્તમબાપુના અવસાનના સમાચાર શહેરમાં આવતા સર્વત્ર ગમગીની પ્રસરી હતી. સ્વર્ગસ્થની સવારે નીકળેલ અંતિમયાત્રામાં સર્વ સમાજના લોકો જોડાઇને અગ્રણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

 

 

 

ચક્ષુદાન

રાજકોટ સંઘાણી પરિવારના સ્વ.વ્રજલાલ ત્રિકમજી સંઘાણીનું અવસાન થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીના પ્રયાસથી સ્વ.વ્રજલાલ ત્રિકમજી સંઘાણીના બંને પુત્રો મનોજભાઈ, ડો.મનીષભાઈ સંઘાણી (વાઈસ ચાન્સેલર, દર્શન યુનિવર્સિટી) દ્વારા તેમના પિતાના બંને ચક્ષુઓનું દાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો.ધર્મેશભાઈ શાહ તેમની આંખના ડોક્ટર્સની ટીમે માનદ સેવા આપી હતી.

ચક્ષુદાન

જેતપુરઃ જેતપુર તાલુકાના ચારણીમા ગામના ખેડૂત અગ્રણી કેશુભાઈ નારણભાઈ ઠુંમરનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.કેશુભાઈના ચક્ષુદાન કરવા અંગે ધોરાજીનાં માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો.જયેશ વેસેટીયન, ડો.અશ્વીનભાઈ માથુકિયા વગેરેએ ચક્ષુદાનની સેવાઓ બજાવી હતી. તકે વિનોદભાઈ ઠુંમર, સંજયભાઈ ઠુંમર, મુકેશભાઈ ઠુંમર, વશરામભાઈ ઠુંમર, મેહુલભાઈ ઠુંમર, ચિંતનભાઈ ઠુંમર વગેરે ઉપસ્થિત હતા.

જેતપુરઃ અનંતરાય વિશ્વનાથ છાંટબાર (.77) તે દિલીપભાઈ (ઘુઘરાવાળા)ના પિતા, પાર્થભાઈના દાદાનું તા.14ના અવસાન થયુ છે. બેસણુ, પ્રાર્થનાસભા તા.1 ના સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય ખત્રીની વાડી, ફૂલવાડી, ભાદર રોડ, જેતપુર છે.

રાજકોટઃ પ્રાધ્યાપક નલિનકાંત ઈશ્વરલાલ છાયા (ઉં.86) (પી.ડી.માલવિયા કોલેજ) તે હંસાબેન છાયાના પતિ, રન્ના અને પ્રાપ્તિ વિરંચી બુચના પિતા, આનંદના નાના, સ્વ.િનશિકાંતભાઈ, શશીકાંતભાઈ, હેમેન્દ્રભાઈ, સ્વ.જ્યોત્સનાબેન હાથી, અરુણાબેન બુચના ભાઈ, સ્વ.હર્ષદરાય બળવંતરાય બુચના જમાઈનું તા.14નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ને રવિવારે સાંજે થી 6 રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે છે.

વલભીપુરઃ સ્વ.જીવણલાલ પ્રભાશંકર શુકલના દીકરા નૈષધભાઈ (ઉં.68) તે જયશ્રીબેનના પતિ, સ્વ.પાર્થભાઈ, ખુશાલીબેનના પિતા, જયદિપકુમાર હેમંતભાઈ રાવલ (ગઢડા સ્વા.)ના સસરા, સ્વ.અનંતરાય, કિરીટભાઈ, પરેશભાઈ, સ્વ.િકરણબેન શાંતિલાલ વ્યાસ (િસહોર), દેવીબેન પ્રવિણચંદ્ર મહેતા (િસહોર), જ્યોતિબેન ભૂપેનકુમાર ત્રિવેદી (વડોદરા)ના ભાઈ, તુષારભાઈ, જીજ્ઞેશભાઈ, સ્વ.િપન્ટુભાઈ તથા વૈશાલીબેન ચંદ્રેશકુમાર મહેતા (વડોદરા), ફાલ્ગુનીબેન સંગીતકુમાર મહેતા (રાજકોટ)ના કાકા, ભોળાશંકર મગનલાલ ત્રિવેદી (અમરેલી) ના જમાઈ, જયેશભાઈ (અમદાવાદ), છાયાબેન વિજયભાઈ રાજ્યગુરુ (અમદાવાદ), દક્ષાબેન કમલેશભાઈ રાવલ (મધ્યપ્રદેશ), ભારવીબેન યતીનભાઈ શાહ (અમરેલી)ના બનેવીનું તા.13ના અવસાન થયુ છે. સાદડી તા.1પના સાંજે 4 થી 6 રાંદલ માતાજી મંદિરની વાડી, અમદાવાદ હાઈવે પર રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક