ચક્ષુદાન
રાજકોટ: જૈન સોશિયલ ગ્રુપ- યુવાના
તત્કાલીન પ્રમુખ મનીષભાઇ મહેતાના પત્ની આરતીબેનનું અવસાન થતા તેમના મિત્ર જે એસ.જી. યુવાના કારોબારી સભ્ય, વિમલભાઇ કામદારની
પ્રેરણાથી અને મહેતા પરિવારની સહમતીથી સ્વ. આરતીબેનના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબ
માર્ગદર્શક મુકેશભાઇ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજકો અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી
દ્વારા કરવામાં આવ્યું.
સાવરકુંડલા: પ્રભાશંકરભાઇ બચુભાઇ
બોરીસાગર (ઉ.90) તે ભીખાભાઇ, ભરતભાઇ અને પ્રવીણભાઇના પિતાનું તા.14ના અવસાન થયું છે.
બેસણું તા.16ના સાંજે 4 થી 6 રાજગોર બ્રાહ્મણ બોર્ડિગ દેવડા ગેટ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા: પુષ્પાબેન મનસુખલાલ
રાઠોડ (ઉ.72) તે સ્વ. પીતાંબરભાઇ રામજીભાઇ પરમારની મોટી દીકરી, કિશોરભાઇના મોટા બહેનનું
તા.10ના અવસાન થયું છે. બેસણું તા.16નાં સાંજે 4 થી 6 “પ્રભુ કૃપા” ગાંધી ચોક, શેઠ
શેરી, સાવરકુંડલા છે.
સાવરકુંડલા: હીરૂબેન મેપાભાઇ
વાઘેલા (ઉ.94) તે કેશુભાઇ અને મનુભાઇના માતાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.16ના
સવારે 9 નિર્મળનગર સોસાયટી, હાથસણી રોડ, સાવરકુંડલા
છે.
રાજકોટ: જેતપુર નિવાસી હાલ રાજકોટ
ભારતીબેન અનિલકુમાર ગણાત્રા (ઉ.67) તે પ્રભુદાસ મુળજી સોમૈયા (જેતપુર)ના પુત્રી, કેતનભાઇ
તથા મેહુલભાઇના માતાનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી: તા.16નાં
સાંજે 5 થી 6 ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ: મહેન્દ્રભાઇ પોપટભાઇ
દાવડા તે બિપીનભાઇ, મધુબેન અશોકકુમાર ભૂપતા, સ્વ. ભારતીબેન વિજયકુમાર વડેરા, દક્ષાબેન
કિશોરકુમાર માણેક, ભાવનાબેન નલીનકુમાર કક્કડ,
મીનાબેન વિજયકુમાર ગણાત્રાના મોટા ભાઇ, આરતી અવિનાશકુમાર રૂઘાણી તથા વિમલના પિતા, સપનાબેનના
સસરા ક્રિશિવના દાદા, સ્વ. વેલજીભાઇ નરોતમદાસ
જોબનપુત્રાના જમાઇ, સંજયભાઇ વેલજીભાઇ જોબનપુત્રા તથા નીતાબેન અરવિંદકુમાર મજીઠીયાના
બનેવીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.16નાં બપોરે 4 થી 6 સોમેશ્વર મહાદેવ મંદિર,
રાજારામ સોસાયટી શેરી નં.1, સંતકબીર રોડ, રાજકોટ છે. પિયરપક્ષની સાદડી સાથે છે. મો.નં.
98248 44872/ મો.નં. 83201 88403.
જૂનાગઢ: ભીમજીભાઇ કાનજીભાઇ પરમાર
(ઉ.76) (િનવૃત્ત બીએસએનએલ કર્મચારી) તે કાંતાબેનના
પતિ, મહેશભાઇ, હેતલબેન, આરતીબેનના પિતા, અતુલકુમાર ચિત્રોડા, મેહુલકુમાર રાઠોડના સસરાનું
તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે
4 થી 6 શ્યામધામ, કડીયા જ્ઞાતિ વાડી, સાંઇબાબા મંદિર રોડ, મધુરમ, જૂનાગઢ છે.
ઉપલેટા: ઔ. ગઢિયા બ્રાહ્મણ નટવરલાલ
ભાનુશંકર મહેતા (ઉં.84) તે સ્વ. યશવંતરાય, સ્વ. રસિકભાઇના નાનાભાઇ, સ્વ. રજનીભાઇ, સ્વ.
દિપકભાઇ, નિતીનભાઇ અને બિરેનભાઇના કાકાનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના સાંજે
4થી 6 ધ્રુવ વાડી, ખીજડા શેરી,
ઉપલેટા છે.
જૂનાગઢ: ડો. જસવંતસિંહજી મેરુભા
ગોહિલ (ઉં.81) તે સુધાદેવી ગોહિલના પતિ, દિલીપસિંહ, કિરણસિંહ, મોનાદેવીના પિતા, જયદીપસિંહ,
જયવીરસિંહના દાદાનું તા.15નાં અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.16ના સાંજે 5થી 6 ઇશાન
એપાર્ટમેન્ટ, તિરુપતિ સોસાયટીની સામે, નર્મદેશ્વર મહાદેવ મંદિર પાછળ,
જૂનાગઢ છે.
જામનગર: ભરતભાઇ બકરાણિયા (ઉં.73)
(જોલી એન્જિનિયરિંગ વાળા) તે સ્વ. હિરજીભાઇ વશરામભાઇ બકરાણિયાના નાના દીકરા, હીનાબેન
(હર્ષિદાબેન)ના પતિ, સ્વ. મનસુખભાઇના નાના
ભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. ત્રિભોવનભાઇના ભત્રીજા, વિપુલભાઇ દયાલજીભાઇ સિનરોજા (રાજકોટ)ના
બનેવીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 6 બેન્કવેટ હોલ, ઓશવાળા
સેન્ટર સંકુલ, સાત રસ્તા પાસે, જામનગર પિયર પક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ: લતાબેન ખંભાયતા (ઉં.75)
તે સ્વ. વ્રજલાલ રામજીભાઇ ખંભાયતાનાં પત્ની, હિતેષભાઇ, રૂપેશભાઇ, મયુરભાઇનાં માતા,
સ્વ. મનજીભાઇ રવજીભાઇ સુરેલિયા (જેતપર- મચ્છુ)નાં દીકરી, સ્વ. રતિભાઇ, સ્વ. ગુણવંતભાઇ,
સ્વ. હરિભાઇ, સ્વ. કિશોરભાઇ, પ્રવિણભાઇ, અશોકભાઇ, રસિકભાઇ અને વિજયાબેનનાં બહેનનું
તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર
સ્ટેશન પ્લોટ, રાજકોટ છે. પિયરપક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ: લુહાર સેવા સમાજ- રાજકોટના
ટ્રસ્ટી વિલાસભાઇ પિત્રોડાના પુત્ર, સંજયભાઇ (ઉં.40) તે દીપકભાઇના મોટાભાઇ, બંસી, ભૂમિ,
વિવેકના ભાઇજીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4-30થી 6 સ્વામીનારાયણ
મંદિર, ડી-માર્ટની પાછળ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ છે.
જામનગર: ઔદિચ્ય બ્રાહ્મણ પરમેન્દ્ર
હરેન્દ્રભાઇ ત્રિવેદી (ઉ.39) તે હરેન્દ્રભાઇ, ભાવનાબેનના પુત્રનું અવસાન થયું છે. ઉઠમણું
તા.16ના સાંજે 5 થી 5-30 તેમના નિવાસસ્થાન શિવશકિત એપાર્ટમેન્ટ, શેઠ ભગવાનદાસ રોડ,
ન્યૂ સ્કૂલ પાછળ, જામનગર છે.
જામનગર: આકાશ દિપકભાઇ કનખરા
(ઉ.31) તે સ્વ. અરવિંદભાઇ છગનલાલ કનખરાના પૌત્ર, રાજુભાઇ, મનીષ, અતુલ, બિમલ, જીતેનના
ભત્રીજા, નિશાંતભાઇના નાના ભાઇનું હાલ આફ્રિકા ખાતે શનિવારે અવસાન થયું છે. ઉઠમણું
સોમવારે તા.16ના 4-30 થી 5 હવાઇ ચોક, ભાનુશાલી વાડીમાં છે. બહેનો માટે 4-30 થી 5 સુધી
છે.
રાજકોટ: રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી
(આર.ડી.) (ઉ.51) મૂળ ગામ જામખંભાળિયા, હાલ રાજકોટ તે સ્વ. હેમતલાલ રૂગનાથ દત્તાણી
(જામખંભાળિયા)ના પુત્ર, સ્વ. તુલદીદાસ કે. બદીયાણી (જામખંભાળિયા વાળા)ના જમાઇ, નિશાબેનના
પતિ, નિરાલી, હર્ષિલના પિતા, બીનાબેન પરેશકુમાર ગણાત્રા, હિનાબેન જગદીશકુમાર દાવડા
(જામનગર), નિલાબેન ઓજસકુમાર ઠકરાર (રાજકોટ), મનોજભાઇના ભાઇનું તા.15ના અવસાન થયું છે.
અંતિમ યાત્રા તા.17ના સવારે 11 વાગ્યે તેમના
નિવાસસ્થાન ફલેટ નં. 903, શિલ્પન ઓનિકસ (રૈયા ગામ, રાજકોટ)થી નીકળશે અને રૈયા સ્મશાને
જશે.