ચક્ષુદાન
રાજકોટ:
અશોકભાઈ દલાભાઈ રાઠોડનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જગૃતિ અભિયાનમાં કુલ 725મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન સિવિલ ચોકીના
એએસઆઈ રામશીભાઈ જે.વરુના સહયોગથી થયેલ છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ હડીયાણા નિવાસી હાલ જામનગર ગીતાબેન પ્રવિણચંદ્ર પંડયા
(ઉ.વ.76) તે પરેશભાઈ, મનિષભાઈના માતૃશ્રી, હિંમતલાલ ક્રિપાશંકર ભટ્ટના પુત્રી, જયેશભાઈ
ભટ્ટના મોટા બહેન અને અર્જુનનાં ફૈબાનું તા.6ના અવસાન થયું છે. બેસણુ તા.8નાં સાંજે
પ થી પ.30 પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.
રાજકોટ:
ગુર્જર સુથાર રાજેન્દ્રભાઈ દયાળજીભાઈ ગજ્જર (વડગામા) (ઉં.66)નું તા.6-8ના અવસાન થયું
છે. બેસણુ તા.8-8નાં સાંજે 4 થી પ.30 કલાકે રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર
સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.મણીલાલ ઝવેરચંદ પારેખના પત્ની હેમલતાબેન (ઉં.103) તે પ્રફુલભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.િદલીપભાઈ,
જ્યોત્સનાબેન, સરોજબેન, ચંદ્રિકાબેન, ગીતાબેનના માતુશ્રી, તેજસભાઈ, અમીતભાઈ, દિપાલી,
જેસલ, કાજલ, દર્શના, પૂજા, દિપ્તી, ભાવીની, દામીનીના દાદીનું તા.રનાં અવસાન થયું છે.
સ્મશાનયાત્રા 8નાં સવારે 10 કલાકે ઓમાન ભવનથી નીકળશે જેનું ઉઠમણુ તા.8નાં સાંજે 4 કલાકે
સરદારનગર જૈન ઉપાશ્રયે છે.
ઉના:
ગિરગઢડા નિવાસી ભરતભાઈ રવજીભાઈ પોપટના પત્ની ભાવનાબેન (ઉ.68) તે અલ્પાબેન અમરીશકુમાર
કક્કડ, રક્ષાબેન (શીલ્પા), રાજનકુમાર તન્ના, આરતીબેન અમીતકુમાર સંઘાણી, પૂર્વિબેન ચિરાગકુમાર
ઉનડકટ, અંકીતાબેન કીશનકુમાર સોઢા, હીરલબેન વિવેકકુમાર ગંગદેવ, રાધુબેન (કુંજલ)ના માતાનું
તા.પના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી તા.8ના સાંજે 4 થી 6 જલારામ
મંદિર, લોહાણા મહાજનવાડી, ગિરગઢડા છે.
અંજાર:શાંતિલાલ
ચોથાણી (ઉ.68) મુળ વડાલા હાલ અંજાર તે સ્વ.લીલાવંતીબેન (નર્મદાબેન) લક્ષ્મીદાસ હિરજી
ચોથાણીના પુત્ર, લતાબેનના પતિ, સ્વ.જયરામભાઈ નેણશી કોડરાણીના જમાઈ, સુશિલાબેન વિશ્રામભાઈ
પલણના નાનાભાઈ, જયશ્રીબેન વિજયભાઈ ભલા, ચંદ્રકાંત લક્ષ્મીદાસના મોટાભાઈ, ધર્મિષ્ઠાબેન,
આરતીબેન, ભાવિકના પિતા, નિકુંજભાઈ, કૌશિકભાઈ, નેહાબહેનના સસરા, માધવના દાદા, ચંદ્રિકાબેન,
સુશીલાબેન, ભાનુબેન, દિપકભાઈ, કનૈયાલાલના બનેવીનું તા.6ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા
તા.8નાં સાંજે 4 થી પ દરમિયાન રઘુનાથજી મંદિર, સવાસરનાકા, અંજાર બન્ને પક્ષની પ્રાર્થનાસભા
ભાઈઓ, બહેનોની સાથે છે.
સાવરકુંડલા: પિનાકીનભાઈ રસિકભાઈ ત્રિવેદી (ઉ.43)
તે રસિકભાઈ ત્રિવેદીના પુત્ર અશોકભાઈ નાનાલાલ દવેના જમાઈ, પ્રિયંકાબેન રોહનકુમાર જોષીના
બનેવી, ધારાબેનના પતિનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના 9 થી 6, આનંદ પાર્ક સોસાયટી,
આંખની હોસ્પિટલ પાછળ, અંબાજી મંદિરના બાજુમાં, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
કંચનબેન હરજીવનભાઈ સોલંકી (ઉ.68) તે હરજીવનભાઈ ટપુભાઈ સોલંકીના પત્ની, જયસુખભાઈ, રમેશભાઈ,
સવજીભાઈ, હસુભાઈ, કનુભાઈના ભાભીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી
6, શિવાજીનગર શેરી નં.6, સોલંકી પરિવારનો મઢ, સાવરકુંડલા છે.
રાજકોટ:
જોડિયાવાળા સ્વ.સોની જયંતિલાલ ગિરધરલાલ ઝીંઝુવાડીયાના રંજનબેન (ઉ.86) તે કોકિલાબેન,
વિનોદભાઈ, ભારતીબેનના માતુશ્રી, ડો.અંકિત, ડો.િમલિન્દના દાદી, સોની હરગોવિંદ પોપટલાલના
દીકરીનું તા.7ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.8ના બપોરે 3-30 થી 5, 4-વાઘેશ્વરી
વાડી, રામનાથપરા, રાજકોટ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન માયાપાદર નિવાસી સ્વ.કમળાબેન મનસુખલાલ શેઠના
પુત્ર પ્રફુલ્લભાઈ (ઉ.70) હાલ દહીંસર તે હર્ષિદાબેનના પતિ, પારસ, ધર્મીલના પિતા, મીત્તલના
સસરા, અનિલભાઈ, ડોલરભાઈ, અશોકભાઈ, શરદભાઈ, સ્વ.સુશીલભાઈ, ગં.સ્વ.ઈલાબેન રમાકાંતભાઈ
ખંઢેરીયા, નીધિબેન નિલેશભાઈ દેસાઈના ભાઈ, જેતપુર નિવાસી સ્વ.રમણીકભાઈ હીરાચંદભાઈ ચિતલીયાના
જમાઈનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.