• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: જયંતીભાઈ જીવરાજભાઈ મિરાણીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 724 ચક્ષુદાન થયેલ છે. જુલાઈ ર0રપમાં અગિયારમું (11)મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: પુષ્પાબેન સાપરા (ઉ.74) તે સ્વ.ભગવાનજીભાઈ સાપરાના પત્ની, મહેન્દ્રકુમાર, રાજકુમાર, નિલેશકુમાર, પુનમબેન, નીકિતાબેન, વર્ષાબેનના માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના ગુરૂવારે સવારે 9 થી 11, તેમના નિવાસ સ્થાન પાસે ભાવસાર જ્ઞાતિની વાડી, પારૂલ કોમ્પલેક્ષ પાછળ, સંતકબીર રોડ, રાજકોટ ખાતે છે. મો.નં.95586 95020

પોરબંદર: મોઢ વણિક સુરેશભાઈ પ્રભુદાસ દેસાઈ (ઉ.67) તે નીતાબેનના પતિ, હેતાંશના પિતા, સ્વ.હેમેન્દ્રભાઈ, મહેશભાઈના ભાઈ, પરેશભાઈ, હર્ષિતભાઈ અને હર્ષભાઈના કાકા, બોમ્બેવાળા ચેતનભાઈના બનેવીનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ના ગુરૂવારે 4 થી 5, સુતારવાડામાં નાગદેવતાના મંદિર સામે આવેલા તેમના નિવાસ સ્થાને ભાઈ-બહેનોની સંયુક્ત છે.

ગડુ (શેરબાગ): રતિલાલ મેઘજીભાઈ રાજપોપટ (ઉ.79)(શ્રીજી પ્લાસ્ટીક - ગડુ) તે દિલીપભાઈ, નીતાબેન-કેશોદ, મીનાબેન-જૂનાગઢ, સંધ્યાબેન-જૂનાગઢના પિતાશ્રી, કશ્યપભાઈ, રોશનીબેનના દાદાનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.7ના સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, ગડુ (શેરબાગ) ખાતે છે.

મોરબી: મુળ જીવાપરના દિનેશચંદ્ર હરિલાલ રાવલ (ઉ.64) તે રાકેશ (એચડીએફસી બેંક)ના પિતા, રતિલાલ (એસટી), વસંતભાઈ, કિશોરભાઈ, પ્રવિણભાઈ, વિનોદભાઈ, ગૌતમભાઈના ભાઈનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના 4 થી 6, ઔદિચ્ય બ્રાહ્મણની વાડી, રામઘાટ પાસે મોરબી છે.

રાજકોટ: કિશોરભાઈ રામજીભાઈ કાનાબાર (ઉ.82) તે ચંદ્રકાંતભાઈ, સ્વ.હરેશભાઈના મોટાભાઈ, મંજુલાબેન દિનેશભાઈ પોપટ તથા સ્વ.રમાબેન કાકુભાઈ ભોજાણીના ભાઈ, મગનભાઈ પ્રભુદાસ સાતા તથા ચુનીલાલ પ્રભુદાસ સાતા (ગોળવાળા)ના બનેવીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.7ના ના સાંજે 4 થી 5, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.

રાજકોટ: દિપ્તીબેન મહેશભાઈ હિંડોચા (ઉ.63) તે સ્વ.મહેશભાઈ નારણદાસ હિંડોચાના પત્ની, અવની અને હાર્દિકના માતુશ્રી, પ્રદીપ શ્રવણકુમાર સોલંકીના સાસુ, સ્વ.છોટાલાલ દેવચંદ જસાણીના પુત્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 5 થી 6, બિલેશ્વર મહાદેવ મંદિર, શ્યામનગર મેઈન રોડ, આર.એમ.સી આરોગ્ય કેન્દ્રની બાજુમાં, ગાંધીગ્રામ પાસે, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. રમણીકલાલ ગીરધરલાલ વસાણીનાં પત્ની કોકિલાબેન (ઉ.70) તે હિતેષભાઇના માતુશ્રી, નાનજીભાઇ ગંગારામભાઇ પુજારા (ચોટીલા)ના પુત્રીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, સાદડી પિયરપક્ષની તા.7ના 4-30 થી 5-30 અવધેશ્વર મહાદેવ મંદિર, ઓસ્કાર સ્કાય પાર્ક પાસે, અયોધ્યા રેસીડેન્સી, અયોધ્યા ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગીતાબેન પ્રભુલાલ પંડયા (ઉ.76)તે પ્રભુલાલ ગિરધરલાલ પંડયાના પત્ની, પરેશભાઇ (એમ.આર.) મનીષભાઇના માતુશ્રીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.8ના સાંજે 5 થી 5-30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

સાવરકુંડલા: સોનલબેન હિતેશકુમાર પરમાર (ઉ.45)નું તા.5ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.7ના સાંજે 4 થી 6 ખોડીયારનગર

સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ઇન્દુબેન નંદલાલભાઇ બુંધેલીયા (ઉ.70)તે પરેશભાઇ નંદલાલભાઇ બુંધેલીયાના માતાનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.7નાં ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 વાણંદ જ્ઞાતિ વાડી કબીર ટેકરી પાછળ સાવરકુંડલા છે.

સાવરકુંડલા: હાદાભાઇ રતનાભાઇ સાવધારીયા (ઉ.58) તે લાખાભાઇ, પ્રભાભાઇના ભાઇનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4 થી 6 ઉતાવળા હનુમાન હાથસણી રોડ, સાવરકુંડલા છે.

બોટાદ: સ્વ. બાબુલાલ રાવલના પત્ની રસિલાબેન (ઉ.83)તે રાજુભાઇ (ગટા મહારાજ), રમેશભાઇ (ટીના મહારાજ), નીલાબેન નિતીનકુમાર ત્રિવેદી, નીતાબેન કિશોરકુમાર આચાર્ય, જયશ્રીબેન પ્રિયકીન પંડયા, જાગૃતિબેન કશ્યપ વ્યાસના માતુશ્રી, સ્વ. બટુકભાઇ, કાંતિભાઇના ભાભી, મીનાક્ષીબેન, શિલ્પાબેનના સાસુ, ડો. યશ, હર્ષિલ, ઓમ રાવલના દાદી તથા બરવાળા સ્વ. વલ્લભદાસ પ્રાણશંકર વ્યાના દીકરી, સ્વ. કનૈયાલાલના બેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 3 થી 6 ગાયત્રી કૃપા, મંગલપરા, નાગલપર ગેઇટ બહાર, બોટાદ છે.

રાજકોટ: હડિયાણા નિવાસી હાલ રાજકોટ યોગેન્દ્રભાઇ વિનીતરાય ત્રિવેદીના પુત્ર, જિમીત (મોન્ટુ) તે હમાપર નિવાસી શાત્રી પરેશભાઇ નવીનભાઇ ઠાકરના બનેવીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4થી 6 અંબાજી કડવા પ્લોટ, શેરી નબર-6, સ્વામીનારાયણ ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ ચંદ્રક્રાંતભાઇ (જામનગર નિવાસી હાલ રાજકોટ) (ઉં.91)તે સ્વ. ફુલશંકર વલ્લભજી ત્રિવેદીના પુત્ર, જયંતભાઇ, જયેશભાઇ, ભાવેશભાઇના પિતા, સ્વ. ઝવેરભાઇના નાનાભાઇ, મહેન્દ્રભાઇના મોટાભાઇ, સ્વ. નિર્મળાબેન, સ્વ. ગાયત્રીબેન, સ્વ. વિદુબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. કુસુમબેન, ઉર્મિલાબેનના ભાઇ, ભગવાનજીભાઇ કાનજીભાઇ ત્રિવેદીના જમાઇ, સ્વ. આણંદજીભાઇ, સ્વ. હરસુખભાઇ, દિનેશભાઇના બનેવી, જ્યોતિબેન, દક્ષાબેન, હિનાબેનના સસરા, નિમિષ, જયદીપ, ખુશ્બુ, નંદીપ, સાહિલ, હર્ષિલના દાદાનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષનું બેસણું તા.7ના સાંજે 4-30થી 5-30 કલ્યાણજીભાઇ નરશીભાઇ જાની કોમ્યુનિટી હોલ (જ્ઞાતિની વાડી) કર્મચારી સોસાયટી મેઇન રોડ, રૈયા રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: કાશ્મીરાબેન ઇશ્વરલાલ તેલી તે ભાવેશભાઇ, હીનાબેન પ્રવીણચંદ્ર વિઠલાણીના માતાનું તા.6ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.7ના સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન નહેરૂપાર્ક સોસાયટી, ચાણકય એપાર્ટમેન્ટ ખાતેથી નીકળશે. બેસણું તા.7ના સાંજે 4થી 5 તેમના નિવાસ્થાન ખાતે છે.

રાજકોટ: જસવંતરાય છગનલાલ ભારદ્વાજ (ઉં.87) તે રંજનબેનના પતિ, શિવલાલ લીલાધર ટાંકના જમાઇ, અજયકુમાર, વર્ષાબેન ભાવેશકુમાર જોશી, સ્વ. હેતલના પિતાશ્રી, પૂર્વીબેન, સેજલબેનના સસરા, તે જેનિકાના દાદા, તે જેઠાલાલ, ભાનુબેન, મનવંતભાઇ, નિર્મલાબેન, અશોકભાઇના ભાઇનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6 ચિત્રકુટ મહાદેવ મંદિર, ચિત્રકુટ ધામ સોસાયટી, ક્રિસ્ટલ મોલની પાછળ, જ્યોતિનગર પાસે, કાલાવડ રોડ, રાજકોટ છે.

ઉપલેટા: ગોવિંદભાઇ લાધાભાઇ ઠુંમર (ઉં.98) તે માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઇ ઠુંમર (ભોલે), વલ્લભભાઇ ઠુંમર, ચંદુભાઇ ઠુંમર (જેતપુર)ના પિતાશ્રી, રોહિતભાઇ, ભાવીનભાઇ, ઉત્તમભાઇ અને વત્સલના દાદાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના બપોરે 4થી 6 લેઉઆ પટેલ સમાજ શહિદ અર્જુન રોડ, ઉપલેટા છે.

ઇ-પેપરના નવા શુલ્ક