• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

avshan nodh

ફૂલછાબના ફોટોગ્રાફર નિશુભાઇ કાચાના માતુશ્રીનું અવસાન : કાલે બેસણું

રાજકોટ: શાંતાબેન ખીમજીભાઇ કાચા (ઉ.84)તે સ્વ. ખીમજીભાઇ લવજીભાઇ કાચાના ધર્મપત્ની તથા દીપકભાઇ કાચા (િનતિન સ્ટુડિયો), નિતિનભાઇ કાચા (િનશુભાઇ કાચા), (ફૂલછાબ, ચિત્રલેખાના ફોટોગ્રાફર) અને પરેશભાઇ કાચા (અગ્ર ગુજરાત-ફોટોગ્રાફર), રીટાબેન પરેશકુમાર ટાંકના માતુશ્રી તથા પરેશકુમાર દામજીભાઇ ટાંકના સાસુ, જગદીશભાઇ રાઠોડ, જીતેન્દ્રભાઇ રાઠોડના મોટા બહેનનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.7ના ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન “કસ્તુરી  એવીઅરી” સોસાયટી હોલ, જીવરાજ પાર્ક, નાના મૌવા મેઇન રોડ, અંબિકા ટાઉનશીપ રાજકોટ ખાતે રાખેલ છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે. મો.નં. 98242 31345/98248 98251/98246 39750

 

 

ચક્ષુદાન

રાજકોટ: દિવાળીબેન ભગવાનભાઈ કોટડિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 723 ચક્ષુદાન થયેલ છે. જુલાઈ ર0રપમાં દસમું (10)મું ચક્ષુદાન થયેલ છે.

ઢસા જંક્શન: ભીમડાદ નિવાસી સુરેશકુમાર જીવરાજભાઇ સોમાણી તે સ્વ. મનસુખભાઇ ચેતનભાઇ રૂપેરાના જમાઇ, હરેશભાઇ (લાલો), મનસુખભાઇ રૂપેરાના મોટા બનેવીનું તા.4ના અવસાન થયું છે. સાદડી-બેસણું તા.7ના સવારે 8થી 11 ઢસા જંક્શન સ્થાનિક વાસી જૈન વાડીમાં રાખેલ છે.

રાજકોટ: ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મુળ વીરનગર નિવાસી હાલ રાજકોટ સ્વ. ગીરીશભાઇ નાનાલાલ ત્રિવેદીના પત્ની ચંપાબેન (ઉ.85) તે સ્વ. શશીકાંતભાઇ, રજનીકાંતભાઇના ભાભી, નયનભાઇ, પંકજભાઇ, સ્વ. હર્ષાબેન, ઇલાબેન, બીનાબેનના માતુશ્રી, હિરેનભાઇ, દેવાંગ, જીત, રિધ્ધીબેન જોશીના દાદીમા, સ્વ. જગુભાઇ પ્રભાશંકર શુકલ (મુ. દેરડીકુંભાજી)ના પુત્રી, પાર્થભાઇ, કુલદીપભાઇના નાનીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7નાં સાંજે 4 થી 6 ભગવાન ભુવનની વાડી, 6/11 પંચનાથ પ્લોટ, શ્રીનાથજી હવેલી પાસે, પંચનાથ મંદિર સામે, રાજકોટ પિયર પક્ષનું બેસણું- સાદડી સાથે છે.

પોરબંદર: સુધાબેન ધીરજલાલ રૂપારેલ (ઉ.84)તે પંકજભાઇ, ગીતાબેન કેતનભાઇ હિંડોચા (જૂનાગઢ)ના માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7નાં 4-15 થી 4-45 દરમિયાન પોરબંદર લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઇ-બહેનોનું સંયુક્ત છે.

વેરાવળ: સોની ભારતીબેન મનસુખલાલ (ઉ.74)તે સોની મનસુખલાલ ગોરધનદાસના પત્ની, જીતુભાઇ, કેતનભાઇના માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું/બેસણું તા.7ના સવારે 10 થી 12 બ્રહ્મકુંડ ખાતે છે.

આમરણ: ગુર્જર સુથાર વિનોદભાઇ પ્રાગજીભાઇ વિસાવાડિયાના પત્ની રેખાબેન (ઉ.58)તે કિરીટભાઇ, કૃણાલભાઇના માતુશ્રી, કૌશિકભાઇ, હિતેષભાઇ, ચંદ્રકાન્તભાઇ, ઉર્મિલાબેનના ભાભીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 3-30 થી 5 પટેલ સમાજની વાડી, ડાયમંડનગર છે.

જસદણ: મૂળ કાળાસરવાળા સ્વ. રસીકભાઇ ફુલશંકરભાઇ ત્રિવેદી (િશક્ષક)ના મોટા પુત્ર પીનાકીનભાઇ (ઉ.42)તે વિજયભાઇ, મનોરમાબેન, લતાબેન, સીમાબેન, વિદ્યાબેનના ભાઇ, અશોકભાઇ દવે (સાવરકુંડલા)ના જમાઇ, જસદણ નગરપાલિકાના સિવિલ એન્જિ. એસ.બી. રાવલના સાળાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4 થી 6  ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેશન સામે, જસદણ છે.

ગીર ગઢડા: પોપટ ભરતભાઇ રામજીભાઇ પોપટના પત્ની ભાવનાબેન (ઉ.68) તે અરવિંદભાઇ, યોગેશભાઇના ભાભી, સ્વ. હરિલાલ મોહનલાલ ઉનડકટ (ભોજદે તા. તાલાલા)ની પુત્રીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.8ને શુક્રવારે 4 થી 6 જલારામ વાડી, ગિરગઢડા ખાતે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

બગસરા: બગસરા હાલ મુંબઇ, મૂળ ચરણીયા નિવાસી સોની મંજુલાબેન વિઠ્ઠલભાઇ ધકાણ (ઉ.85)તે સ્વ. દિલીપભાઇ, અરવિંદભાઇ, જમનભાઇના મોટા બહેનનું તા.4ના રોજ અવસાન થયું છે. સાદડી તા.7નાં સાંજે 4 થી 6 ખત્રીવાડી બગસરા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક