બાબરાના
પત્રકાર ચિતરંજનભાઈના લઘુબંધુનું અવસાન
બાબરા:
રાજેશભાઈ છાટબાર (ઉં.વ.43) તે પીઢ પત્રકાર બ્રહ્મક્ષત્રિય ઉમંગરાય હરિદાસ છાટબારના
પુત્ર, મહેશભાઈ, ચીતરંજનભાઈ (પત્રકાર), નયનાબેન રસિકચંદ્ર સોનેજી (અમદાવાદ), હીનાબેન
જગદીશભાઈ જાજલ (મેંદરડા), હેતલબેન જયેશભાઈ જોગી (બગસરા)ના નાનાભાઈ તથા સ્વ.દીપકભાઈ
નટવરલાલ શનિશ્વરા (રાજકોટ)ના જમાઈ, યશ્વીબેન, યુવરાજભાઈના પિતા, પ્રિયંક, અંકિત, મિત
જીતના કાકાનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.7ને ગુરુવારે સાંજે 4થી 6 બ્રહ્મક્ષત્રિય
સમાજની વાડી, નદી કાંઠે બાબરા ખાતે છે.
ચક્ષુદાન
રાજકોટ:
નવીનચંદ્ર રતિલાલ મોદી (દોશી)નું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન થયેલું
છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં
કુલ 722 ચક્ષુદાન થયેલું છે. ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી
માટે જનકલ્યાણ ટ્રસ્ટનો મો. 94285 06011 સંપર્ક કરવા જણાવયું છે.
જૂનાગઢ:
દિનકરરાય નરભેરામ મહેતા (ઉં.87) તે દેવેન્દ્રાબેનના પતિ, ડો. વિપુલ મહેતા, દક્ષાબેન
ધર્મેશકુમાર ક્ષોત્રિય અને વિભાબેન રાજેન્દ્રકુમાર ઓઝાના પિતા, અર્ચનાબેન મહેતાના સસરા,
ડો. કૃતિ પાર્થ પંડયા, ડો. પ્રત્યુસના દાદા, સ્વ. ઘનશ્યામભાઇ લક્ષ્મીકાંત તથા હરીશભાઇ
મોટાભાઇનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.7ના સાંજે 3થી 5 શ્રીનાથળીયા ઉનેવાળ
બ્રહ્મસમાજ વાડી ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે છે.
રાજકોટ:
ધીરજભારથી ભવાનભારથી ગોસાઈ (ઉ.વ.78) તે વનિતાબેનના પતિ, નીશાબેન કમલેશગીરી ગોસાઈ, હિરલબેન
હર્ષદગીરી ગોસાઈ, સંદીપભારથીના પિતા તેમજ સ્વ.ભરતભારથી, સ્વ.નટુભારથી, સ્વ.પ્રભાબેન
ગોસાઈ, અનુબેન ગોસાઈના ભાઈ તેમજ જાનવી અને શિવાંશના દાદાનું તા.3ના અવસાન થયું છે.
બેસણુ તા.7ને ગુરૂવારે સાંજે 4 થી 6, એસ.ટી.વર્કશોપ, ગોંડલ રોડ, જયનાથ વે-બ્રિજવાળી
શેરી, વિર નર્મદ ટાઉનશીપ, બી-608, રાજકોટ ખાતે છે.
જેતપુર:
ગોપીચંદ નરશીભાઈ કટારીયા (ઉ.વ.78) તે તારાચંદ, દીપકભાઈ, મુરલીધરભાઈ, ગૌતમભાઈના પિતા
તેમજ વિશાલ, જીજ્ઞેશના દાદાનું તા.3ના અવસાન થયું છે. બેસણુ તા.પને મંગળવારે સાંજે
4 થી પ.30 રોટરી હોલ, જૂનાગઢ રોડ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર સામે, જેતપુર છે.
ઉપલેટા:
છગનભાઈ વશરામભાઈ સોજીત્રા તે હરસુખભાઈ (જિલ્લા ભાજપ) અને રમેશભાઈના પિતાનું તા.4ના
અવસાન થયું છે. બેસણુ તા.પને મંગળવારે બપોરે 4 થી 6 લેઉવા પટેલ સમાજ, ઉપલેટા ખાતે તેમજ
તા.7ને ગુરૂવારે બપોરે 4 થી 6 કોમ્યુનીટી હોલ હિરપરા વાડી, ધોરાજી ખાતે છે.