• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

avshan nodh

રાજકોટ ગુરુકુલના ધર્મકિશોર સ્વામીનું અવસાન આજે અંતિમયાત્રા

રાજકોટ: સ્વામીનારાયણ ગુરુકુલના સંત ધર્મ કિશોરદાસજી સ્વામીનું રવિવારે તા.3ના 57 વર્ષની વયે અવસાન થયું છે. સ્વામીએ રવિવારે હરિજયંતીના દિવસે સવારમાં હરિકૃષ્ણ મહારાજને અભિષેક કરેલ. બપોરે સંતો, વિદ્યાર્થીઓ સાથે સત્સંગ વાર્તા કરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થતા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલતા જ ભક્તિવલ્લભદાસજી સ્વામી, જગતપાવનદાસજી સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં દેહ છોડયો હતો તેઓના પાર્થિવ શરીરને સોમવારે તા.4ના સવારે શાત્રોકત વિધિથી ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો અભિષેક કરશે. સવારે 8 વાગે ગુરુકુલથી તેમની અંતિમયાત્રા નિકળશે. રામનાથપરામાં સ્વામીના અગ્નિ સંસ્કાર સંતો, હરિભક્તો, પૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં ધૂન -ભજન સાથે કરવામાં આવશે.

 

રાજકોટ: અશોકભાઈ અમૃતલાલ લાલ (ઉં.63) તે કંચનબેનના પતિ, હાર્દિકભાઈ, આશાબેનના પિતા, કલ્પેશકુમારના સસરા, રાજેશભાઈ, ટીનાબેનના મોટાભાઈ, ઓખા નિવાસી સ્વ.ભીખુભાઈ, સ્વ.રતિલાલભાઈ, સ્વ.પ્રવીણભાઈના ભત્રીજા, સિકા નિવાસી સ્વ.તુલસીદાસ ગોકળદાસ બથિયાના જમાઈનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.4ના સાંજે 4 થી 6, ભાઈઓ તથા બહેનો માટે, ધર્મેશ્વર મહાદેવ મંદિર, 4-ધર્મનગર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, મારૂતિ સુઝુકીના શોરૂમ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ સાસરિયા પક્ષની સાદડી

સાથે છે.

તાલાલા ગિર: આંકોલવાડી ગિરના જીકુભાઈ ગોકળભાઈ ફુમકીયા (ઉ.73) તે હર્ષાબેન (ધારી), મનીષાબેન (અમદાવાદ), વિલાસબેન (રાજકોટ)ના પિતાશ્રી, બટુકભાઈ તથા માધવજીભાઈ (િવસાવદર)ના નાનાભાઈ, ચંદુભાઈ, કિશોરભાઈ (કેશોદ), સ્વ.અનસુયાબેન (ધારી), હેમંતભાઈ (વડોદરા)ના મોટાભાઈ, લાલજીભાઈ કાનજીભાઈ ધામેચાના જમાઈનું તા.3જીએ અવસાન થયું છે.

રાજકોટ: ભાગુબેન પ્રભુદાસ મકાણી તે જયસુખભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ તેમજ હંસાબેનના માતુશ્રી, જતીનભાઈ, અપુર્વભાઈ તેમજ હાર્દિકભાઈના દાદીનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 6, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ હોલ, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: સોની નિર્મળાબેન બાબુલાલ લોલારીયા (ઉ.77) તે નિલેશભાઈ, સંજયભાઈ, જાગૃતિબેન, હર્ષાબેન, રેખાબેનના માતુશ્રી, કેવલ, પ્રશાંત, ભક્તિ, ડીંકલના દાદીમા, સોની મુળજીભાઈ ભગવાનજીભાઈ પાટડીયાની દીકરીનું તા.2ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.4ના સાંજે 4-30 થી 6, વસુંધરા સોસાયટી, કેનાલ રોડ, રાજકોટ ખાતે છે.

બોટાદ: બોટાદ નિવાસી હાલ ભાવનગર બાબુભાઈ નાગજીભાઈ વાજા (ઉ.78) તે રમેશભાઈ (બેંક ઓફ ઈન્ડીયા-ભાવનગર), ગુણવંતભાઈ (સરકારી કોલેજ-ઘોઘા)ના પિતાશ્રી, સ્વ.જયંતિભાઈ, સ્વ.છગનભાઈ, ચુનીભાઈ, સ્વ.ધનીબેન ધનજીભાઈ મુંજાણી - રાજુલા, સ્વ.લીલીબેન બાબુલાલ ચૌહાણ-ભાવનગર, ચંપાબેન પ્રવીણકુમાર ચૌહાણ- કઠવા, લાભુબેન ગીરધરલાલ જેઠવા (મુંબઈ)ના મોટાભાઈ, પાર્થભાઈ, હર્ષભાઈ, અક્ષરાબેન, અક્ષિતભાઈ, હીયાબેનના દાદા, ઝીણાભાઈ દામજીભાઈ સોંડાગર, બોઘાભાઈ, કાંતિભાઈ, નટુભાઈ (ઉમણિયાવદર-મહુવા)ના બનેવીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.4ના બપોરે 4 થી 6, મોચી જ્ઞાતિ છાત્રાલય, સિંધુનગર, ભાવનગર તથા તા.7ના ગુરૂવારે બપોરે 4 થી 6, મોચી જ્ઞાતિ છાત્રાલય, બોયઝ હાઈસ્કૂલ-બોટાદ છે.

રાજકોટ: વાણંદ મુક્તાબેન બાબુભાઈ રાઠોડ (ઉ.72) (ભંડારીયાવાળા)તે સુરેશભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ (નવયુગ)ના માતુશ્રી, મયુર, શ્રેયસના દાદીમા, અશોકકુમાર ગોહેલના સાસુનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.4ના 4 થી 6, સોમનાથ મહાદેવ મંદિર, કિશન પાર્ક સોસાયટી, 150 ફુટ રીંગ રોડ, રાધે હોલ પાસે, રાજકોટ છે.

જામનગર: મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ પ્રફુલભાઈ પંડયા (ઉ.71) તે સ્વ.કૃપાશંકર કે.પંડયાના પુત્ર, સ્વ.નરેન્દ્રભાઈના નાનાભાઈ, હીનાબેનના પતિ, સ્વ.પંકજભાઈ દિનકરરાય ત્રિવેદીના બનેવી, મયંક, હેતલ, રીંકુના કાકાનું તા.2ના અવસાન થયું છે. પિયરપક્ષ, સ્વસુરપક્ષનું બેસણું તા.4ના 4 થી 6, બ્રહ્મ સોસાયટી, ક્રિના હોલ, સુરેન્દ્રનગર છે.

રાજકોટ: અમૃતલાલ પોપટલાલ બુદ્ધદેવ (ઉ.89) તે પંકજભાઈ, પ્રકાશભાઈ, અજયભાઈ, ઈલાબેન, શીલાબેન, લીનાબેનના પિતાશ્રી, મનસુખભાઈ, સ્વ.અરવિંદભાઈના મોટાભાઈ, મૌલિક, હર્ષ, જીત અને ધૈર્યના દાદાનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.4ના 4-30 થી 6, ‘જનકલ્યાણ સોસાયટી કોમ્યુનીટી હોલ’, જનકલ્યાણ સોસાયટી, સરદારનગર, એસ્ટ્રોન ચોક, રાજકોટ છે.

જૂનાગઢ:સારસ્વત બ્રાહ્મણ જનકરાય રામશંકર ખીરાના પત્ની પ્રવીણાબેન (ઉ.71) તે ઉત્પલભાઈ, દેવાંગભાઈ અને ભાવિનીબેન મનીષભાઈ લહેરૂના માતુશ્રી, હર્ષિલ, કાવ્યા, બંસરી અને રાજના દાદીમા, મહેસાણા નિવાસી ચંદુલાલ લક્ષ્મીશંકર ધતુરીયાના પુત્રી, અશોકભાઈ, મહેશભાઈ, સ્વ.િદનેશભાઈ, રાજુભાઈ, નિરંજનાબેન, ભારતીબેન અને જ્યોત્સનાબેનના બહેનનું તા.1ના અવસાન થયું છે. સાદડી તા.4ના સાંજે 4 થી 6, ઓમકારેશ્વર મંદિર, દિપાંજલી સોસાયટી, ટીંબાવાડી છે.

જૂનાગઢ: દિનેશકુમાર ત્રિવેદીના પત્ની વર્ષાબેન (ઉ.73) તે ડો.જયભાઈ, રાજભાઈના માતૃશ્રી, લવ અને ઓમના દાદીમા, ડો.ઉમિલાબેન, જલ્પાબેનના સાસુનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના સાંજે 4 થી 6, માનસબાગ, ગિરનાર દરવાજા પાસે, જૂનાગઢ છે.

જસદણ: બ્રહ્મક્ષત્રિય ચુનીલાલ રામજીભાઈ પડીયા (ઉ.83) તે સ્વ.મોહનભાઈ, સ્વ.રમણીકભાઈ, સ્વ.નટવરલાલ, દિનુભાઈ તથા વિનુભાઈના ભાઈ, સ્વ.મનીષકુમાર, દર્શનાબેન બોસમીયા, જાગૃતિબેન નિર્મળના પિતાશ્રીનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના સાંજે 5 થી 6, લોહાણા મહાજન વાડી, જલારામ મંદિર પાસે, પટેલ સ્ટ્રીટ, જસદણ છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક મીનાબેન (ઉ.60) તે દિલીપભાઈ પ્રભુદાસભાઈ પારેખના પત્ની, જયભાઈ, અમીબેનના માતા, પુજાબેન ધવલકુમાર કાંતિલાલ પંડયાના સાસુ, સ્વ.કાંતિલાલ નરભેરામ સાંગાણીના પુત્રી, રાજેશભાઈ, શૈલેષભાઈ, હંસાબેન રમેશકુમાર વખારિયાના ભાભીનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4ના સાંજે 4 થી 6, માલવીયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ચંદ્રિકાબેન વ્રજલાલ કારીયા તે સ્વ.વ્રજલાલ માધવજી કારીયાના પત્ની, કમલેશભાઈ, હિતેશભાઈ કારીયા, સ્મીતાબેન કમલેશકુમાર માણેક (મોરબી)ના માતુશ્રી, સ્વ.અમૃતલાલ ગોરધનદાસ ભોજાણીના પુત્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.4ના સાંજે 4 થી 6, મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: મોઢ વણિક કુંદનબેન (િક્રષ્નાબેન) (ઉ.76) તે ચંદ્રકાંત દલીચંદ મહેતા (િનવૃત્ત કાર્યપાલક ઈજનેર - જંગલ ખાતુ)ના પત્ની, ભવનેશ, નિમિષ, વિમલ (ભાવનગર), જયશ્રીબેન, કલ્પુબેનના કાકી, પ્રણવના માસી, વૈકુંઠ બ્રધર્સવાળા મનસુખભાઈના મોટા પુત્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 5 થી 6-30, “કાલિન્દીની”, તપોવન-4, અક્ષર માર્ગ, રાજકોટ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

સાવરકુંડલા: જીણીબેન રાણાભાઈ જોગસ્વા (ઉ.52) તે રાણાભાઈ રત્નાભાઈ જોગસ્વાના પત્ની, દિનેશભાઈ, હરિભાઈ, મુકેશભાઈના માતાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ના 4 થી 6, જુના ગાધકડા રોડ, ગણેશનગર સોસાયટી, ભરવાડ શેરી, મોમાઈ પરા, વિજયનગર રોડ, ગણેશ સોસાયટી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: રાધાબેન લવજીભાઈ કારેણા (ઉ.85) તે ધીરૂભાઈ, શંભુભાઈ, અરવિંદભાઈના માતાનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 6, શિવાજીનગર, માધવાણીની વાડી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: મનુભાઈ છગનભાઈ બારૈયા (ઉ.75) તે પ્રવિણભાઈ, જીતુભાઈ, હરેશભાઈ, વિપુલભાઈના પિતાશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 6, આંખની હોસ્પિટલ, હાથસણી રોડ, કૃષ્ણગોપાલ સોસાયટી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: બાબુભાઈ વીસાભાઈ શેલાર (ઉ.56)નું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4 થી 6, નાઈ જ્ઞાતિ સમાજની વાડી (એલ.જી.વાડી), જકાતનાકા પાસે, સાવરકુંડલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક