• શનિવાર, 24 મે, 2025

150 કરોડની છેતરપિંડી-નકલી દસ્તાવેજ તથા બોગસ હથીયાર લાયસન્સના ગુનાના 3 ફરાર આરોપી ઝડપાયા

જામનગરની એસ.ઓ.જી.એ વોચ ગોઠવી કચ્છમાંથી પકડી લાવી : આરોપીઓની પેઢીઓની તપાસમાં સ્ટેમ્પ, નોટરી કરાર, ડમી સીમ કાર્ડ તથા બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કર્યાનું આવ્યું હતું સામે 

 

જામનગર,તા.26:  જામનગર સીટી સી ડીવી. પોલીસ સ્ટેશન તથા સુરત શહેર ડી.સી.બી. ક્રાઇમ પો.સ્ટે.માં ભારત સરકાર સાથે 150 કરોડની છેતરપીંડી-બોગસ દસ્તાવેજ તથા બોગસ  હથીયાર લાયસન્સના ગુનાના આરોપીઓ સત્યજીતાસિંહ યોગેન્દ્રાસિંહ જાડેજા, મયુરાસિંહ ભરતાસિંહ સોઢા તથા વનરાજાસિંહ પ્રવિણાસિંહ વાળા વિરૂધ્ધમા ગુનાઓ દાખલ થયેલા છે. જે આરોપીઓને બાતમીના આધારે જામનગર એસ.ઓ.જીએ કચ્છમાંથી ઝડપી લીધા હતા. 

આ કેસમાં જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂએ એક એસ.આઈ.ટી. ટીમની રચના કરી હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવિરાસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા ચક્રો ગતીમાન કરાયા હતા. જે આરોપીઓ વિરૂધ્ધમા એસ.આઈ.ટી.ની ટીમના મુખ્ય તપાસ અધીકારી આર.ડી.ગોહીલ દ્વારા તપાસ હાથ ધરતા આ આરોપીઓની પેઢીઓની તપાસ કરતા બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર તથા ડમી સીમ કાર્ડ તથા બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કર્યાનું ખુલવા પામ્યું હતું.

 જેથી ઉપરોકત ત્રણેય ફરારી આરોપીઓને પકડી પાડવા એસ.ઓ.જી. શાખાના પી.આઈ. બી.એન.ચૌધરીની સુચનાથી એસ.ઓ.જી. ટીમ કાર્યરત  હતી, અને ઉપરોક્ત ફરાર આરોપીઓને કચ્છ આડેસર ચેક પોસ્ટ ખાતેથી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂપીયા 15,50,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા આરોપીઓ તથા મુદ્દામાલ જામનગર સીટી સી ડીવી. પોલીસ મથક ખાતે સોંપી

દેવાયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક