• મંગળવાર, 17 નવેમ્બર, 2026

અમદાવાદના નારોલમાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું, ચાર શખસની ધરપકડ 700 કિલો પશુમાંસ, 5 વાહન સહિત રૂ. 4.26 લાખનો મુદ્દામાલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.16: અમદાવાદના નારોલ ખાતે અલીફનગર રોડ પર એક ઓરડીમાં ગેરકાયદે ચાલતા કતલખાના પર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસ દ્વારા આ મામલે ચાર શખસની ધરપકડ કરવામાં આવી છે અને એક સગીરની અટકાયત કરાઈ છે. બે આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી તેમને શોધવા તપાસ હાથ ધરાઈ છે. દરોડાની કાર્યવાહીમાં પોલીસે 700 કિલોગ્રામ પશુમાંસ, 5 વાહન અને મોબાઇલ મળી કુલ રૂ. 4.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

નારોલ પોલીસને બાતમી મળી હતી કે અલીફનગર રોડ પર આવેલી એક ઓરડીમાં ગેરકાયદે પશુઓની કતલ કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઓરડીમાંથી અને બહાર પાર્ક કરેલા લાડિંગ ટેમ્પોમાંથી 700 કિલોગ્રામ માંસ મળી આવ્યું હતું, જ્યારે ઓરડીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી 4 ભેંસ અને દોઢ વર્ષના 4 પાડા મળી કુલ 8 જીવિત પશુઓ ભૂખ્યા-તરસ્યા બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે મોહંમદ રફીક ઉર્ફે બાબા મોહંમદ સીદ્દીક લાલમીયાં શેખ, અશફાક ઉર્ફે મામા મજીદ મુદ્દીન કુરેશી, મોહસીન ઉર્ફે મોહમ્મદઉંમર ફારૂક યાસીન કુરેશી અને મોહમદ અમન મોહમદ હનીફ રફીક કુરેશીને ઝડપી લીધા હતા. આ જગ્યા મમ્મુ બુખારીની માલિકીની હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે, જે તેણે મોહમ્મદ રફીક અને તેના મિત્ર મુનાવર ઉર્ફે સની બુખારીને કતલખાના માટે ભાડે આપી હતી. જ્યારે કતલ કરી માંસ મિર્ઝાપુર બજારમાં વેચવાના હતા, જો કે

તે પૂર્વે જ આરોપીઓ ઝડપાઈ

ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક