મોરબીના વૃધ્ધા બસ સ્ટેશનથી સંતકબીર રોડ પર જવા રિક્ષામાં બેઠા ને નજર ચૂકવી રૂ.3.03 લાખના દાગીના ગુમાવ્યા
રાજકોટ, તા.23:શહેરમાં અવાર-નવાર મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી દાગીના અને રોકડ તફડાવી લીધાના બનાવો સામે આવતા રહે છે ત્યારે વધુ એક મહિલા રીક્ષાગેંગનો શિકાર બની છે. મોરબીના વૃધ્ધા બહેનના ઘરે છઠ્ઠૃાuનો પ્રસંગ હોવાથી રાજકોટ આવી બસ સ્ટેશનથી સંતકબીર રોડ પર જવા રિક્ષામાં બેઠા ત્યારે નજર ચૂકવી સોનાનો ચેન અને રોકડ ભરેલું પર્સ મળી કુલ રૂ.3.03 લાખના મુદામાલની તફડંચી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં લખધીરવાસમાં રહેતા ઈલાબેન વસંતભાઈ રાચ્છ (ઉ.વ.66) નામના વૃધ્ધાએ રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.19ના સાંજે રાજકોટમાં રહેતા તેમના બહેનના ઘરે છઠીનો પ્રસંગ હોવાથી તેનો એસટી બસમાં રાજકોટ આવેલા અને બસ સ્ટેશને ઉતરી તેના બહેન નીલા બહેન સાથે સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં મીનાબેનના ઘરે રિક્ષામાં બેઠા હતા. જે રિક્ષામાં ત્રિકોણબાગ પાસેથી બે મહિલાઓ મુસાફર તરીકે
બેઠી હતી. બાદમાં હોસ્પિટલ
ચોક ખાતેથી એક શખ્સ બેઠો હતો.
બાદમાં તેઓ શક્તિ સોસાયટીમાં ઉતરીને બહેનના ઘરે જતા તેના ગળામાં પહેરેલો 43 ગ્રામનો સોનાનો ચેન (કિ.3,00,000) જોવા ન મળતા તેઓએ થેલી તપાસતા તેમાં પર્સ પણ ગાયબ હોય જેમાં રૂ.3000 રોકડા હતા. જેથી રિક્ષામાં રહેલા શખ્સોએ નજર ચૂકવી સોનાનો ચેન અને પર્સ મળી કુલ રૂ. 3,03,000 તફડાવી લીધા હોય જે અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.