• ગુરુવાર, 02 મે, 2024

મોટીભુવાલ ગામે પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખી પોતે કર્યો આપઘાતનો પ્રયાસ

મોડાસા, તા.18(ફૂલછાબ ન્યૂઝ): મેઘરજ તાલુકાનાં મોટીભુવાલ ગામે પતિ-પત્નીનાં ઘર કામકાજ બાબતે ઝઘડામાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી પતિએ પોતે કુહાડી ગળામાં ઘસી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

મોટીભુવાલ ગામના 55 વર્ષીય નાનાભાઈ નવાભાઈ ડામોર સોમવારે તેમની પત્ની માંગીબેન સાથે પોતાનાં ઘરે હતા. નાનાભાઈનો દીકરો તેની સાસરીએ ગયો હતો તે દરમિયાન રાત્રીના સમયે ઘરનાં કામકાજ બાબતે ઝઘડો કરી નાનાભાઈ ડામોરે તેમની પત્ની માંગીબેનને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સવારે નાનાભાઈનો દીકરો ઘરે આવતાં ઘર ખોલી જોયું તો પોતાની માતા લોહી લુહાણ હાલતમાં પડી હતી, જેથી દીકરા લક્ષ્મણે બુમાબુમ કરતાં તેના પિતા નાનાભાઈ ઘર પાછળથી દોડી આવી દીકરાની સામે કુહાડી પોતાના ગળામાં ઘસી નાખતા નાનાભાઈને પણ ગંભીર ઇજાઓ થતાં લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયા હતા. દીકરા લક્ષ્મણે પરિવારજનોને જાણ કરી 108ને બોલાવી ઇજાગ્રસ્ત નાનાભાઈને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા તેમજ પોલીસને જાણ કરતાં મેઘરજ ઇસરી ટીંટોઈ એલસીબી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતક મહિલાના પિયરિયાઓને બોલાવી મૃતદેહને પીએમ અર્થે મેઘરજ ખાતે ખસેડાયો હતો. મૃતક મહિલાના દીકરા લક્ષ્મણ નાના ડામોરના નિવેદનના આધારે મેઘરજ પોલીસે આરોપી નાના નવા ડામોર રહે.મોટીભુવાલ તા.મેઘરજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ધરતા ઘર પાછળથી લોહી વાળી કુહાડી મળી આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક