• શુક્રવાર, 17 મે, 2024

ધો.10ના પરિણામમાં મોડું થતા ડિપ્લોમામાં  પ્રવેશ માટે રજિ સ્ટ્રેશનની મુદત લંબાવાઈ

હવે 13મી જૂન સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

 

અમદાવાદ, તા. 1 : ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામો હવે ચૂંટણી બાદ જાહેર થવાના છે ત્યારે ધોરણ 10ના પરિણામમાં વિલંબ થતા ધોરણ 10 પછીના પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને રજિસ્ટ્રેશન મુદત લંબાવીને નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જે મુજબ રજિસ્ટ્રેશન હવે 13મી જૂન સુધી ચાલશે.

 ડિપ્લોમા પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ 24 જૂને જાહેર થશે અને 24થી 27 જૂન મોક રાઉન્ડના પરિણામ સાથે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. 1લીથી 5 જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફાલિંગ થશે. 9મી જુલાઈએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે.

ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન સેન્ટ્રલાઈઝ્ડ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ સમિતિ દ્વારા આ વર્ષે વહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અગાઉ જાહેર કરવામાં આવેલા પ્રવેશ કાર્યક્રમ મુજબ ડિપ્લોમા ઇજનેરી પ્રથમ વર્ષ પ્રવેશ માટે 15મે સુધી રજિસ્ટ્રેશન મુદત હતી પરંતુ 30મી એપ્રિલ સુધીના 15 દિવસમાં ડિપ્લોમા માટે 768 વિદ્યાર્થીઓનું જ રજિસ્ટ્રેશન થયું છે.

નોંધનીય છે કે ધોરણ 10નું બોર્ડ પરીક્ષા પરિણામ પણ હવે ચૂંટણી બાદ 15મી મેની આસપાસ જાહેર થાય તેવી સંભાવના છે. જેથી રજિસ્ટ્રેશન મુદત લંબાવીને પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર કરવો પડે તેમ હોઈ

પ્રવેશ સમિતિ દ્વારા આજે નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 

અગાઉ 6ઠ્ઠી જૂને પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ થનાર હતું. હવે નવા કાર્યક્રમ મુજબ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ 9થી 12 જુલાઇ દરમિયાન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. આમ ડિપ્લોમા ઇજનેરી પ્રવેશ પ્રક્રિયા એક મહિના પાછી ઠેલાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક