મહિલા દર્દીઓની સારવારના વીડિયો વાયરલ કરવાના કેસમાં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ, તા.24 : રાજકોટની પાયલ
મેટરનીટી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. વીડિયો વાયરલ થવાની
ઘટનાનો પડઘો આજે વિધાનસભા ગૃહમાં પડયા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં તાકીદની
જાહેર અગત્યની બાબત પર જવાબ આપતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ
કેસમાં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી ડે ટૂ ડે કેસ ચાલે તે માટે ફાસ્ટ ટ્રેક
કોર્ટમાં કેસ ચલાવાશે અને આ માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં,
સીસીટીવી લીકેજ કેસોમાં સૌ પ્રથમ વખત સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ
રાજ્ય છે.
વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું
કે, દેશના હજારો કેમેરાઓ હેક કરીને હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત
પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આજે વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્યોકિરીટ
પટેલ અને તુષાર ચૌધરીએ રાજકોટની એક ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના
સીસીટીલી ફૂટેજના વીડિયો યુટયૂબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવતા દર્દીઓની
પ્રાઇવેસીનો ભંગ થયો હોવાનું તેમજ આવા વીડિયો આપનાર અને વાયરલ કરતી ચેનલો તથા પ્રાઇવેસીનો
ભંગ કરતી હોસ્પિટલો સામે પગલા લેવા અંગે તાકીદની જાહેર અગત્યની બાબત ઉભી કરી હતી.
જેના પ્રત્યુતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવિસ્તૃત
પ્રત્યુતર આપ્યો હતો. સંઘવીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત
સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને બે-ચાર કર્મચારીની સામે ગુનો દાખલ કરીને
તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી ફાઇલ ક્લોઝ કરી શકતી હતી. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આપણી ગુજરાત પોલીસ ક્યારેય નિર્દોષને પકડીને ફાઇલ ક્લોઝ
કરતી નથી, આપણી પોલીસે આ બાબતને ખુબ જ ગંભીરતાથી લઇને બારીકાઇથી તપાસ શરૂ કરી ત્યારે
બહાર આવ્યું કે, આ તો ખુબ મોટું નેટવર્ક છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,
ઈન્ટરનેટની મદદથી સુરક્ષા અને સર્વેલન્સના આ યુગમાં લાખો સી.સી.ટી.વી. લાગેલા હોય છે
ત્યારે આ હેકર્સ દેશના હજારો કેમેરાઓ હેક કરીને એક દેશ વ્યાપી ષડયંત્ર કરે તે પહેલા
જ આપણી ગુજરાત પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચીને મુખ્ય સુત્રધારોને પકડીને આ ષડયંત્રનો
પર્દાફાશ કર્યો છે. સમગ્ર દેશમાં એન્ટી બુલિંગ યુનિટની રચના કરનારુ ગુજરાત રાજ્ય પ્રથમક્રમાંકે
છે.