• રવિવાર, 27 એપ્રિલ, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજ રાજકોટના જીવદયાપ્રેમી ભારતીબેન દિનેશભાઇ મહેતાનું અવસાન થતા સદગતના પુત્રો મિતલભાઇ, અમીતભાઇ, પરિવારજનોએ ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના સક્રિય કાર્યકર્તા હિતેષભાઇ શાહની પ્રેરણાથી ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. શહેરના સેવાભાવી તબીબ ડો. ધર્મેશ શાહે ચણુનો સ્વિકાર કરેલ. ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના માર્ગદર્શક મુકેશભાઇ દોશી, સમિતિના સંયોજક અનુપમ દોશી, જૈન સોશિયલ ગ્રુપ આઇ ડોનેશન કમિટીના ચેરમેન ઉપેનભાઇ મોદીએ મહેતા પરિવારનો આભાર માનેલ હતો.

ચક્ષુદાન

રાજકોટ: રમણીકલાલ મોહનભાઇ દાવડાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 659મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઇ ડોબરીયાના સહયોગથી થયેલ છે.

ચક્ષુદાન

ધોરાજી: ભોળા ગામના યુવા ખેડૂત તર્પણ જેન્તીભાઇ વાછાણીનું અવસાન થતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ વાછાણી પરિવારના મોભીઓને ચક્ષુદાન કરવા અંગે સમજણ આપતાં તેઓએ સહમતી આપતા ધોરાજી સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષક ડો. જયેશ વેસેટીયન મેડીકલ ટીમે આ તકે  જેન્તીભાઇ વાછાણી, વિનુભાઇ વાઘાણી, બાવનજીભાઇ ઘેટીયા, આયુષ વાછાણી, અનિલભાઇ વાઘાણી વગેરેની ઉપસ્થિતિ હતી.

રાજકોટ: મુળ પોરબંદર નિવાસી હાલ રાજકોટ કરણકુમાર માણેકલાલ નારણ (ઉ.65)તે જયપ્રકાશભાઇ, રીટાબેન, ઉમાબેન, બીનાબેન, ઇશાબેનના ભાઇ, સ્વ.રમણીકલાલ રતિલાલ લાખાણીના જમાઇ, પ્રીતિબેનના પતિનું ડર્બન (આફ્રિકા) ખાતે તા.22ના અવસાન થયું છે. શ્વસુર પક્ષની સાદડી, પ્રાર્થના સભા તા.27ના સાંજે 5 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, જીવનનગર સોસાયટી શેરી નંબર-4, રૈયા રોડ, કનૈયા ચોક પાસે રાજકોટ છે.

પોરબંદર: કાશીબેન ભગવાનજીભાઇ મદલાણી (ઉ.87) તે સ્વ. ભગવાનજીભાઇ લક્ષ્મીદાસ મદલાણી (કુછડી વાળા)ના પત્ની, સુરેશભાઇ (આફ્રિકા), જ્યોતિબેન જયલેશભાઇ રાજાણી (લંડન), રેખાબેન પાંઉ (લોનાવાલા)ના માતુશ્રીનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.28ને શુક્રવારે 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજનવાડીના પ્રાર્થના

સભા હોલમાં ભાઇ-બહેનોના સંયુકત છે.

રાજકોટ: મુળ વતન દેરડી કુંભાજી હાલ રાજકોટ પ્રાર્થનાનાબેન ભરતભાઇ જોષી (ઉ.25) તે ભરતભાઇ ઇશ્વરભાઇ જોષી, સુમીતાબેન ભરતભાઇ જોષીની દીકરી, લીલાબેન ઇશ્વરભાઇ જોષીની પૌત્રી, મહેશભાઇ ઇશ્વરભાઇ જોષી તથા પારૂલબેન મહેશભાઇ જોષી, શોભનાબેન મહેતા, ગીતાબેન મહેતાની ભત્રીજી, જયરાજ અને જીત જોષીની બહેનનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6 સંસ્કાર સાનિધ્ય, કોમ્યુનિટી હોલ, મવડી પાળ રોડ, સાકરીયા બાલાજી હનુમાન મંદિરની બાજુમાં, રાજકોટ છે.

રાજકોટ: સોરઠ વાલમ બ્રાહ્મણ, બુટભવાની માતાજી, પંડયા સાણથલી, હાલ રાજકોટ સતીશચંદ્ર પોપટલાલ પંડયા (ઉ.80) તે અંશુમાન (બજાજ લાઇફ ઇન્સ્યોરન્સ), રવિન (આઇસીઆઇસીઆઇ બેંક) અને રાધિકા વિશાલ વ્યાસના પિતા, આશુતોષ સુરેશભાઇ પંડયાના કાકા, લીના અંશુમાન પંડયા, પૂર્વી રવિન પંડયા, વિશાલ વ્યાસના સસરા, તક્ષ, હિયા, જીયા પંડયાના દાદાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ રાજકોટ છે.

રાજકોટ: સોરઠીયા બ્રહ્મક્ષત્રિય મોટાદેવળીયા નિવાસી હાલ વાલકેશ્વર (મુંબઇ)ના સ્વ. હરગોવિંદદાસ હિરજી પડિયા (નાયલોનવાળા)ના પત્ની, નિર્મળાબેન (ઉ.82) તે વનમાળીભાઇ, રમણીકભાઇ, મોહનભાઇના નાના ભાઇના પત્ની, ઇશ્વરભાઇ પડિયાના ભાભી, સ્વ મનોજ, સંજય, હર્ષા અને ભાવના કેતન ચુડાવાલાના માતુશ્રી, ધનીષા અને કેનાના સાસુ, હાર્નિક, રાહુલ અને રીયાના દાદી, બગસરાવાળા હરજીવનભાઇ સવજી મેરના દીકરીનું તા.22ના અવસાન થયું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક