પહલગામ પ્રહારને દસ દિવસ વિતી ગયા છે. પાકિસ્તાન ઉપર ભારત કોઈ પણ રીતે આક્રમણ કરશે તે નિશ્ચિત છે. પાકિસ્તાનની પ્રજામાં તો ઠીક લશ્કરમાં પણ ફફડાટ છે. ભારતની સેનાને વડાપ્રધાને છૂટો દોર આપી દીધો તેને પણ બે દિવસ વિત્યા છે. જે કંઈ પગલાં ભરવા હોય તે સેના ભરશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. તેનો અર્થ એ કે હવે ભારતનું લશ્કર કોઈ પણ કાર્યવાહી કરવા માટે મુક્ત છે. ભારતના આ વલણથી પાકિસ્તાનીઓના પેટમાં ફાળ પડી છે. પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં દસ દિવસ માટે મદરેસા બંધ કરી દેવાયા છે. સ્થાનિક લોકો કહે છે, અમને ભય છે કોઈ પણ સમયે ભારત હુમલો કરશે.
જો
કે સત્તાવાર કારણ તો એવું અપાયું છે કે ગરમીના વધતા પ્રમાણને લીધે મદરેસા બંધ કરાઈ
રહ્યાં છે. ન્યૂઝ એજન્સીઓ એવા અહેવાલ આપે છે કે મદરેસાને આતંકી પ્રવૃત્તિના પ્રશિક્ષણ
કેન્દ્રો માનીને ભારતનું લશ્કર હુમલો કરે તો મોટી જાનહાનિ થઈ શકે માટે અત્યારે ત્યાં
મદરેસા કે અન્ય કોઈ પ્રવૃત્તિ ચલાવવાનું સલામતીભર્યું નથી. પાકિસ્તાન અત્યારે વાતાવરણ
ઉપરાંત ભારત સરકારના નિર્ણય અને તેના અમલના ડરનો પણ સામનો કરી રહ્યું છે. ગયા મંગળવારથી
ભારતનો જુસ્સો અને પ્રજાનો ગુસ્સો વધ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતની સરકારે આતંકવાદ
વિરુદ્ધની પોતાની લડાઈ સ્પષ્ટ કરી દીધી છે. જે રીતે પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓને આતંકવાદીઓએ માર્યા
છે તે ઘટના પછી તુર્કી કે ચીનને બાદ કરતાં કોઈ અન્ય દેશ પાકિસ્તાનની બાજુમાં ઊભો રહે
તેવી શક્યતા નથી.
ભારતની
સેના ક્યારે, કઈ દિશામાંથી, ક્યા ક્ષેત્રમાંથી ઘૂસશે, જમીન પર હુમલો થશે કે આકાશમાંથી
આફત બનીને સૈનિકો ત્રાટકશે તે ખ્યાલ નથી, પાકિસ્તાનની પ્રજા ફફડી રહી છે.