• સોમવાર, 20 મે, 2024

ચૂંટણી મોદીની ભારતીય ગેરંટી અને રાહુલની ચીનની ગેરંટી વચ્ચે : શાહ  

તેલંગાણામાં ગૃહમંત્રીએ કર્યા પ્રહાર : કોંગ્રેસે કદી વચનો પૂરાં કર્યાં જ નથી

 

નવી દિલ્હી, તા. 9 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તેલંગાણાના રાયગીરીમાં ચૂંટણી સભા યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘2024ની ચૂંટણી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની ચૂંટણી છે. આ ચૂંટણી વોટ ફોર જેહાદ અને વોટ ફોર વિકાસની છે. આ ચૂંટણી રાહુલ ગાંધીની ચીનની ગેરંટી સામે મોદીજીની ભારતીય ગેરંટીની છે.’

શાહે કહ્યું, ‘કોંગ્રેસ તેનાં વચનો પૂરાં કરતી નથી, પરંતુ પીએમ મોદી પોતાનાં વચનો પૂરાં કરે છે. કોંગ્રેસે 70 વર્ષથી રામમંદિરનું નિર્માણ અટકાવ્યું હતું. પીએમ મોદીએ માત્ર પાંચ વર્ષમાં કેસ જીતી લીધો હતો. તેમણે ભૂમિપૂજન અને પ્રાણપ્રતિષ્ઠા સમારોહ કર્યો હતો. વડાપ્રધાને કલમ 370 દૂર કરી જેથી કાશ્મીરમાં તિરંગો હંમેશ માટે લહેરાતો રહે.

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘બીઆરએસ તેલંગાણામાં વિકાસ કરવાનાં વચન સાથે સત્તામાં આવી હતી, પરંતુ તેણે જે કર્યું તે ભ્રષ્ટાચાર હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024