• સોમવાર, 20 મે, 2024

ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ

ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 16.87 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 18.66 ટકા ઊંચું આવ્યું 

 

 

અમદાવાદ, તા. 9 : ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલાવીર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. કોલેજમાં પ્રવેશવા માટે તેમજ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના ઘડતર-ચણતર માટેનું પ્રથમ પગથિયું કહેવાતા ધોરણ 12ના બન્ને પ્રવાહોનું પરિણામ આ વર્ષે અણધાર્યું પરંતુ વિદ્યાર્થી-વાલી અને શિક્ષકોને આનંદ આપતું ઊંચું જાહેર થયું છે. આ પરિણામને કારણે બોર્ડના વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા છે. જ્યારે આ વર્ષે ધોરણ 12માં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર થતા હળવાશ અનુભવી રહ્યા છે.

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું  82.45 ટકા, તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 18.66 ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 16.87 ટકા ઊંચું આવ્યું છે.

ધોરણ 12વિજ્ઞાન પ્રવાહ માટે કુલ 1,30,650 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 91,625 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. આ સાથે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા નોંધાયું છે. જેમાં કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જ્યારે મોરબી જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ 92.80 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 51.36 ટકા જાહેર થવા પામ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 3,78,268 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી  3,47,738 વિદ્યાર્થીઓ પાસ થયા છે, આ સાથે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા નોંધાયું છે. જેમાં કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, ગાંધીનગરનાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે.

ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું. 51.11 ટકા અને બોટાદ જિલ્લાનું સૌથી વધુ 96.40 ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 94.81 ટકા પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 1609 છે. જ્યારે 19 સ્કૂલોનું 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે જ આજે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024