• સોમવાર, 20 મે, 2024

એસ્ટ્રાજેનેકા કોવિડની રસી પાછી ખેંચશે

- હાર્ટએટેકનું જોખમ હોવાની વાત સ્વીકાર્યા પછી દુનિયાભરમાંથી સમેટવાનો નિર્ણય

નવી દિલ્હી, તા. 8 :  બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 વેક્સિનની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, કંપનીએ કહ્યું છે કે, હવે વેક્સિનનું નિર્માણ અને સપ્લાય કરવામાં આવી રહ્યું નથી.

એસ્ટ્રાજેનેકા દાવો કરે છે કે, આડઅસરોને કારણે રસી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કંપનીએ કહ્યું કે, વ્યાપારી કારણોસર આ વેક્સિનને બજારોમાંથી હટાવી દેવામાં આવી છે.

હવે બજારમાં બીજી ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે, જે વાયરસના વિવિધ પ્રકારો સામે લડી શકે છે. આવી સ્થિતિમાં એસ્ટ્રાજેનેકા વેક્સિનનું ઉત્પાદન અને પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

2020માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી, તેના ફોર્મ્યુલાથી ભારતમાં સીરમ સંસ્થાએ કોવિશિલ્ડ નામની રસી બનાવી, જ્યારે બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં તે ‘વેક્સજાવેરિયા’ તરીકે ઓળખાય છે.

હકીકતમાં એસ્ટ્રાજેનેકાએ ફેબ્રુઆરીમાં બ્રિટિશ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેમની કોવિડ-19 રસીની ખતરનાક આડઅસર થઈ શકે છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા તેના દસ્તાવેજોમાં કહ્યું છે કે, તેની કોરોના રસી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે, કેટલાક કિસ્સાઓમાં ટીટીએસનું કારણ બની શકે છે.

આ બીમારી થાય તો શરીરમાં લોહીના ગંઢા જામી જાય?છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. એસ્ટ્રાજેનેકા પર આરોપ છે કે, આ કંપનીની રસીથી અનેક લોકોનાં મોત થઇ?ગયાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024