• સોમવાર, 20 મે, 2024

હવે વાન મુદ્દે પિત્રોડા ભૂલ્યા ભાન

-પૂર્વોત્તરના ચીની જેવા, દક્ષિણ ભારતીયો આફ્રિકી જેવા ! : ભારતીયો વિશે રંગભેદી ટિપ્પણી, તડાપીટ પછી પિત્રોડાનું ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પદેથી રાજીનામું

- કોંગ્રેસે દુર્ભાગ્યપૂર્ણ-અસ્વીકાર્ય ગણાવી છેડો ફાડયો : પશ્ચિમીને આરબ જેવા અને ઉત્તરના લોકોને કહ્યા હતા ગોરા

 

નવી દિલ્હી, તા.8 : તાજેતરમાં વારસા વેરાનો મુદ્દો ઉછાળી વિવાદ સર્જનાર અમેરિકા સ્થિત વરિષ્ઠ કોંગ્રેસી નેતા સૈમ પિત્રોડાએ હવે ભારતીયોનાં રંગ-રૂપ વિશે ટિપ્પણી કરતાં ભારે વિવાદ બાદ તેમણે ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે નવો વિવાદ સર્જતા મીડિયા સાથેની એક મુલાકાતમાં પૂર્વોત્તરના લોકોને ચીની જેવા અને દક્ષિણ ભારતીયોને આફ્રિકી જેવા કહ્યા હતા. તેઓ ભારતની વિવિધતાનાં વખાણ કરવા જતાં વિવાદ સર્જી બેઠાં છે. 

પિત્રોડાની ટિપ્પણી બાદ ભાજપાએ રંગભેદ મુદ્દે તડાપીટ બોલાવતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ આગળ આવ્યા અને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યંy કે સૈમ પિત્રોડાએ વિવિધતા જણાવવા જે ઉપમાઓનો ઉપયોગ કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ઉપમાઓથી સંપૂર્ણ રીતે અસહમત છે અને તેથી છેડો ફાડે છે. ભાજપાએ આ મુદ્દે કહ્યંy કે વિપક્ષોની વિભાજનકારી નીતિ ઉજાગર થઈ છે.  વડાપ્રધાન મોદી સહિત ભાજપે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો અને કોંગ્રેસે ટિપ્પણીથી છેડો ફાડતાં ભીંસમાં આવેલા પિત્રોડાએ અંતે કોંગ્રેસનું પદ છોડી દીધુ હતુ. જયરામ રમેશે કહયુ કે પિત્રોડાએ તેમની મરજીથી રાજીનામું આપ્યુ છે જેનો સ્વીકાર કરાયો છે.

મીડિયા હાઉસ ધ સ્ટેટ્સમેન સાથે ઇન્ટરવ્યૂમાં પિત્રોડાએ કહ્યંy હતુ કે, આપણે વિવિધતામાં એકતા જાળવી રાખી શકીએ છીએ, જેવી અત્યાર સુધી છે. વિતેલાં 7પ વર્ષમાં આપણે એક સારો માહોલ તૈયાર કર્યો છે, જ્યાં દરેક રહી શકે છે. આપણે ભારત જેવા વિવિધતાવાળા દેશને સાથે રાખી શકીએ છીએ. પૂર્વ ભારતમાં લોકો ચીની જેવા લાગે છે, પશ્ચિમમાં લોકો અરબ જેવા છે અને ઉત્તરવાળા કેટલેક અંશે ગોરા છે અને દક્ષિણ ભારતીય આફ્રિકી જેવા લાગે છે. આ બધું મહત્ત્વનું નથી. આપણે સૌ એક છીએ અને ભાઈ-બહેન છીએ. તેમણે ભારતની ભાષાકીય, ધાર્મિક અને ખાન-પાનની વિવિધતાનાં વખાણ કરવા સાથે વડાપ્રધાન મોદી પર નિશાનો સાધતાં કહ્યંy કે તેઓ છાશવારે મંદિરમાં જાય છે. તેઓ રાષ્ટ્રીય નેતાની જેમ વાત કરતા નથી પરંતુ ભાજપના નેતાની જેમ ચર્ચા કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024