• સોમવાર, 20 મે, 2024

શ્રીલંકાની ઝ-20 વર્લ્ડ કપ ટીમના કપ્તાન પદે હસરંગા

ક્ષ        15 ખેલાડીની ટીમમાં મેથ્યૂસ અને પથિરાના સામેલ

કોલંબો તા.9: આઇસીસી ટી-20 વર્લ્ડ કપની શ્રીલંકાની ટીમનું સુકાન પહેલીવાર સ્પિનર વાનિંદુ હસરંગાને સોંપાયું છે. વર્ષ 2014ની ટી-20 વર્લ્ડ કપ વિજેતા શ્રીલંકાની ટીમ એ પછી પાછલા ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહી છે. શ્રીલંકાની 1પ ખેલાડીની ટીમમાં પૂર્વ કપ્તાન દાસૂન શનાકા જળવાય રહ્યો છે. જયારે અનુભવી એન્જલો મેથ્યૂસની ટી-20 ટીમમાં વાપસી થઇ છે. 36 વર્ષીય મેથ્યૂસ છઠ્ઠીવાર ટી-20 વર્લ્ડ કપનો હિસ્સો બનશે. શ્રીલંકા ટીમ આ વખતે ગ્રુપ ડીમાં સામેલ છે. તેનો પહેલો મુકાબલો દ. આફ્રિકા સામે 3 જૂને રમાશે. ઓપનર ચરિથ અસાલંકાને ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે. આઇપીએલ ટીમ સીએસકે સ્ટાર બોલર પથિરાના પણ લંકા ટીમમાં સામેલ છે.

શ્રીલંકા ટીમ: વાનિંદુ હસરંગા (કેપ્ટન), ચરિથ અસાલંકા (વાઇસ કેપ્ટન), કુસલ મેન્ડિસ, પથૂમ નિસંકા, કામિંદુ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા, એન્જલો મેથ્યૂસ, દાસૂન શનાકા, ધનંજય ડિ’સિલ્વા, મહીશ તિક્ષ્ણા, દુનિથ વેલ્લાગે, દુષ્મંથા ચમીરા, નુવાન તુષારા, મથીશા પથિરાના અને દિલશાન મદુશંકા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024