• સોમવાર, 20 મે, 2024

ચેન્નાઇનું લક્ષ્ય પ્લેઓફ : ગુજરાતનું આશા જીવંત રાખવી

ઈજઊં ત્રણ ફ્રન્ટલાઇન ફાસ્ટ બોલર વિના અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ઉતરશે 

અમદાવાદ, તા.9 : આઇપીએલની વર્તમાન ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ખેલાડીઓની ઇજા અને વિદેશી ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય વ્યસતતાને લીધે સંકલન માટે સંઘર્ષ કરી રહી છે. આ સ્થિતિમાં શુક્રવારના મેચમાં તેની ટકકર ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ થશે ત્યારે સીએસકેનું એકમાત્ર લક્ષ્યાંક જીત સાથે પ્લેઓફનો દાવો મજબૂત કરવા પર હશે. તેની પાસે હાલ 11 મેચમાં 12 અંક છે. અહીંથી મળતી એક હાર પણ ચેન્નાઇની પ્લેઓફની રાહ ઘણી કઠિન કરશે. દીપક ચહર અને મથીષા પથિરાના ઇજાને લીધે ટૂર્નામેન્ટની બહાર છે. જ્યારે મુસ્તાફિઝુર રહેમાન બાંગલાદેશ તરફથી રમવા ચાલ્યો ગયો છે. આથી ચેન્નાઇને તેના ત્રણ ફ્રન્ટલાઇન ફાસ્ટ બોલરની સેવા આ સીઝનમાં હવે મળવાની નથી. ધોની અને કપ્તાનનનો દરોમદાર ત્રણ અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર અને મોઇન અલી પર વધુ રહેશે.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સની હાલત પતલી છે. તેના ખાતામાં 11 મેચમાં ફકત 4 જીત છે અને 8 પોઇન્ટ છે. તેના માટે સતત ત્રીજા વર્ષે પ્લઓફમાં જગ્યા બનાવવી અસંભવ જેવું છે. બાકીના ત્રણ મેચમાં જીત અને બીજી ટીમનો પરિણામ પોતાના તરફી આવે તો જ કોઇ ચમત્કાર શુભમન ગિલને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચાડી શકે છે. ખુદ કપ્તાન ગિલ પાછલા પ મેચમાંથી 3 મેચમાં બે આંકડે પહોંચી શકયો નથી. ડેવિડ મિલર સહિતના તેના નામી ખેલાડી સારો દેખાવ કરી રહ્યા નથી. સ્ટાર સ્પિનર રાશિદ ખાન પણ આ સીઝનમાં પ્રભાવ પાડી રહ્યો નથી. પાછલા પ મેચમાંથી ગુજરાતને માત્ર 1 જીત નસીબ થઇ છે. આથી ગિલની ટીમના મનોબળને પણ અસર થઇ છે.

બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ કપ્તાનીનો મોરચો બખૂબી સંભાળી રહ્યો છે. તેણે 11 મેચમાં પ41 રન બનાવ્યા છે. તે ઓરેન્જ કેપની રેસમાં કોહલીથી ફકત એક રન જ પાછળ છે. પાછલા મેચમાં મહત્ત્વના ત્રણ બોલર વિના સીએસકેએ ધર્મશાલા ખાતે પંજાબને હાર આપી હતી. એ મેચમાં નવા બોલર સિમરનજીત સિંઘે 16 રનમાં 2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024