• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ટાઈગર હુમલા કેસ ઃ શૂટર સાથે સંપર્ક કરનાર ઝડપાયો

નવી દિલ્હી, તા.20ઃ બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ ઉપર તાજેતરમાં થયેલા હુમલાના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. અહેવાલો અનુસાર પોલીસે હરિયાણાના સોનીપતમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપ છે કે આ વ્યક્તિએ બિશ્નોઈ ગૅંગના સાગરીત અને હુમલાની જવાબદારી સ્વીકારનાર અનિલ પંડિત સાથે શૂટરોનો સંપર્ક કરાવ્યો હતો. આ વ્યક્તિની ઓળખ સમીર તરીકે થઈ છે. માનવામાં આવે છે કે સમીરે જ શૂટરોની વાતચીત અનિલ પંડિત સાથે કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ગૅંગસ્ટર અનિલ પંડિત મુખ્ય શંકાસ્પદ તરીકે સામે આવ્યો છે. તેણે હુમલાની જવાબદારી સ્વીકારતો એક અૉડિયો ક્લિપ પણ જાહેર કર્યો હતો. હવે અનિલ પંડિત સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક