• સોમવાર, 20 મે, 2024

લખનઉ ફ્રેંચાઇઝીના માલિક સંજીવ ગોયન્કાએ મેદાન પર જ કપ્તાન રાહુલનો ઉધડો લીધ\ંાઁ

હૈદરાબાદ, તા.9 :  હૈદરાબાદ સનરાઇઝર્સના ઓપનર્સ ટ્રેવિસ હેડ અને અભિષેકે સર્જેલા રન સેલાબમાં લખનઉ સુપર જાયન્ટસ ટીમ તણાઇ ગઇ હતી. આ બન્નેના પાવર હિટિંગથી હૈદરાબાદે ફક્ત પ8 દડામાં 167 રન કરીને રેકોર્ડબ્રેક જીત મેળવી હતી. હેડ 30 દડામાં 89 રને અને અનકેપ્ટડ ઇન્ડિયન બેટર અભિષેક શર્મા 28 દડામાં 7પ રને નોટઆઉટ રહ્યા હતા. હેડ-શર્માની જોડીએ લખનઉની બોલિંગ-ફિલ્ડિંગને સંપૂર્ણપણે નતમસ્તક કરી દીધી હતી. બન્નેએ મળીને કુલ 14 છક્કા અને 16 ચોક્કા ફટકારી રનનો ધોધ વહાવ્યો હતો. મેચ બાદ મેદાનમાં જે પણ કાંઇ થયું તે ક્રિકેટપ્રેમીઓ માટે આંચકારૂપ હતું. હાર-જીત કોઇ પણ રમતનો ભાગ છે. એ સાચું કે હૈદરાબાદ સામેની લખનઉની હાર ઘણી શરમજનક હતી.

મેચ બાદ લખનઉના કપ્તાન કેએલ રાહુલ પાસે ટીમનો બચાવ કરવાનો કોઇ શબ્દો ન હતા. આ કારમી હારથી તેની ટીમને પ્લેઓફની આશાને ધક્કો પહોંચ્યો છે અને છઠ્ઠા સ્થાને ફેંકાઇ ગઇ છે. આટલું ઓછું હોય તેમ એલએસજી ફ્રેંચાઇઝીના માલિક સંજીવ ગોયન્કાએ મેદાન પર જ કપ્તાન રાહુલને ખખડાવી નાંખ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકો માલિક સંજીવ ગોયન્કાના આ પ્રકારના વ્યવહારથી નાખુશ છે. જાહેરમાં કપ્તાન સાથે ઉગ્ર દલીલના બદલે તેમણે ડ્રેસિંગ રૂમમાં જઇ ખેલાડીઓને જુસ્સો વધારવાની જરૂર હતી.

એલએસજી ફ્રેંચાઇઝી માલિક સંજીવ ગોયન્કાના અપમાનજનક વ્યવહારથી કેએલ રાહુલ કપ્તાનપદેથી રાજીનામું આપી દેવાના મુડમાં હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જો કે હજુ સુધી આ બારામાં રાહુલે કોઇ ટિપ્પણી કરી નથી. રાહુલ આ વર્ષે પણ ટીમનો ટોપ સ્કોરર છે. તેણે 12 મેચમાં 460 રન કર્યાં છે. જો કે તેની સ્ટ્રાઇક રેટ 136.09 છે. જેની સતત ટીકા થઇ રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024