• સોમવાર, 20 મે, 2024

કોહલી સદી ચૂક્યો: પંજાબ સામે બેંગ્લુરુના 7 વિકેટે 241

ધર્મશાલામાં હિમવર્ષા બાદ વિરાટની ગર્જના 6 છક્કાથી 92 : પાટીદારના આતશી 55: હર્ષલની 3 વિકેટ 

ધર્મશાલા તા.9: વિન્ટેજ વિરાટ કોહલીની 92 રનની સ્ટ્રોકફૂલ ઇનિંગની મદદથી પંજાબ કિંગ્સ વિરૂધ્ધના નોકઆઉટ સમાન મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમે હિમવર્ષાના વિઘ્ન વચ્ચે 20 ઓવરના અંતે 7 વિકેટે 241 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. પાટીદારી વિસ્ફોટક અર્ધસદી કરી હતી. જયારે કેમરૂન ગ્રીને આક્રમક 46 રન કર્યાં હતા. આ મેચની પરાજિત ટીમ પ્લેઓફની રેસની બહાર થશે અને વિજેતાની આશા જીવંત રહેશે. નિર્ણાયક મેચમાં વિરાટ કોહલી 8 રને સદી ચૂકી ગયો હતો. તેણે બે જીવતદાન સાથે 47 દડામાં 7 ચોકકા અને 6 છકકાથી 92 રનની લાજવાબ ઇનિંગ રમી હતી. આરસીબીએ આખરી પ ઓવરમાં 77 રનનો ઉમેરો કર્યોં હતો. પંજાબ તરફથી હર્ષલ પટેલને 3 વિકેટ મળી હતી. જે તમામ આખરી ઓવરમાં મળી હતી.

આરસીબીનો પ્રારંભ સારો રહ્યો ન હતો અને 43 રનમાં કપ્તાન પ્લેસિસ (9) અને ફટકાબાજ વિલ જેકસ (12)ની વિકેટ ગુમાવી હતી. આ પછી વિરાટ કોહલી અને રજત પાટીદાર વચ્ચે ત્રીજી વિકેટમાં 32 દડામાં 76 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પાટીદાર ફકત 23 દડામાં 3 ચોકકા અને 6 છકકાથી આતશી પપ રન કરી આઉટ થયો હતો. આ પછી વરસાદને લીધે રમત અટકી હતી.

બાદમાં કોહલી-ગ્રીન વચ્ચે ચોથી વિકેટમાં 46 દડામાં 92 રનની ભાગીદારી થઇ હતી. કોહલી સદી નજીક પહોંચ્યા બાદ 18મી ઓવરમાં 92 રને કેચઆઉટ થયો હતો. ગ્રીન અંતિમ દડે આઉટ થયો હતો તેણે 27 દડામાં 46 રનન કર્યાં હતા. ડીકે 7 દડામાં 18 રનની કેમિયો ઇનિંગ રમ્યો હતો. હર્ષલની 3 અને નવોદિત કવરપ્પાએ 2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024