• સોમવાર, 20 મે, 2024

ક્રિકેટ ચાહકો માટે ખુશખબરી : T-20 વર્લ્ડ કપના તમામ મેચ ફ્રીમાં જોવા મળશે

નવી દિલ્હી, તા.8 : આઇસીસી ટી-20 વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે. આઇપીએલની સમાપ્તિ બાદ ફટાફટ ક્રિકેટનો આ મહાકુંભ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. 2 જૂનથી થશે. વન ડે વર્લ્ડ કપના ફાઇનલની આંચકારૂપ હાર બાદ રોહિત શર્માની આગેવાનીમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયા આઇસીસી ખિતાબના દુકાળનો અંત કરવા ઉતરશે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ધોનીની આગેવાનીમાં 2007માં ચેમ્પિયન બની હતી. ટી-20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ ચાહકો માટે ખુશખબરી સામે આવી છે. ટૂર્નામેન્ટના ડિઝિટલ બ્રોડકાસ્ટર ડિઝની હોટસ્ટારે ટી-20 વર્લ્ડ કપના તમામ મેચ ફ્રીમાં દર્શવવાનું જાહેર કર્યું છે. ચાહકોએ આ માટે ડિઝની હોટરાસ્ટારનું સબ્સક્રિપ્શન લેવાની જરૂર રહેશે નહીં. ગયા વર્ષે પણ વન ડે વર્લ્ડ કપ વખતે ડિઝની હોટસ્ટારે ડિઝિટલ માધ્યામ પર વિના મૂલ્યે લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. આ દરમિયાન વ્યૂવર શિપના અનેક રેકોર્ડ તૂટયા હતા.  તા.2 જૂનથી શરૂ થનારો ટી-20 વર્લ્ડ કપનો ફાઇનલ મેચ તા. 29 જૂને રમાશે. ટીવી પર ટી-20 વર્લ્ડ કપનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની વિવિધ ચેનલ પરથી થશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે હાલ આઇપીએલના મેચોનું જિયો સિનેમા પર વિના મૂલ્યે પ્રસારણ થઇ રહ્યંy છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024