• સોમવાર, 20 મે, 2024

આયુષ-પૂરનની આક્રમક બેટિંગ હૈદરાબાદ સામે લખનઉના 4 વિકેટે 165

ભુવનેશ્વર કુમારની 12 રનમાં 2 વિકેટ

હૈદરાબાદ તા.8: પ્લેઓફમાં પહોંચવા માટેના નિર્ણાયક સમાન મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ નબળી શરૂઆત બાદ લખનઉ સુપર જાયન્ટસ ટીમ 20 ઓવરના અંતે 4 વિકેટે 16પ રનનો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. ટોચના ક્રમના બેટધરોના ફલોપ શો વચ્ચે અનુભવી નિકોલસ પૂરન અને યુવા આયુષ બદોનીએ લખનઉની બાજી સંભાળી લીધી હતી. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં ફકત બાવન દડામાં 99 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.

આયુષ બદોનીએ અણનમ અર્ધસદી ફટકારી હતી. તે માત્ર 30 દડામાં 9 શાનદાર ચોકકાથી પપ રને નોટઆઉટ રહ્યો હતો. જયારે નિકોલસ પૂરને 26 દડામાં 6 ચોકકા અને 1 છકકાથી અણનમ 48 રન કર્યાં હતા. આ બન્નેએ આખરી બે ઓવરમાં સટાસટી કરી હતી અને ટી. નટરાજન અને સનરાઇઝર્સ કેપ્ટન પેટ કમિન્સની ધોલાઇ કરીને અનુક્રમે 1પ અને 19 રનનો ઉમેરો કર્યોં હતો.

લખનઉના કપ્તાન કેએલ રાહુલે ટોસ જીતી બેટિંગ લીધું હતું. જો કે તેનો આ જુગાર સફળ રહ્યો ન હતો. ઓપનર કિવંટન ડિ’કોક 2 અને ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ 3 રને આઉટ થયા હતા. કપ્તાન રાહુલે 33 દડામાં 1 ચોકકા-1 છકકાથી 29 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. કુણાલ પંડયા 24 રને કમિન્સના સીધા થ્રોથી રન આઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે ઘાતક બોલિંગ કરીને 4 ઓવરમાં ફકત 12 રન આપી 2 વિકેટ લીધી હતી. કમિન્સને 1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024