• સોમવાર, 20 મે, 2024

‘ચૂંટણી પ્રચાર મૌલિક અધિકાર નથી’

કેજરીવાલની જામીન અરજી વિરુદ્ધ સુપ્રીમમાં ઈડી; આજે પહેલીવાર આરોપી બતાવાશે

નવી દિલ્હી, તા. 9 : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજીના વિરોધમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર એ કંઈ મૌલિક અધિકાર નથી.

ચૂંટણી પ્રચારને વચગાળાના જામીનનો આધાર બનાવી શકાય નહીં. ચૂંટણીની આડમાં મુક્તિ મેળવવાની કોશિશ થઈ રહી છે. તેનાથી ખોટી પરંપરા સ્થાપિત થશે, તેવું ઈડીએ કહ્યું હતું.

આવા આધાર પર મુક્તિ અપાશે તો કોઈ નેતાની ધરપકડ કરીને કસ્ટડીમાં રાખવા કઠિન બની જશે, તેવી દલીલ એજન્સીએ આપી હતી.

ઈડીએ કહ્યું હતું કે,  આપણા દેશમાં ચૂંટણી તો  યોજાતી જ રહે છે. છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 123 વાર ચૂંટણીઓ થઈ છે.

દરમ્યાન, એક અધિકારીએ જણાવ્યું હતુ કે, ઈડી આવતીકાલે શુક્રવારે ટ્રાયલ કોર્ટમાં આરોપનામું દાખલ કરશે. પહેલીવાર કેજરીવાલને આરોપી બતાવાશે, તેવું તેમણે ઉમેર્યું હતું.

ઈડી બરાબર એવા સમયે દિલ્હીના મુખ્યમંત્રીને આરોપી બતાવવા જઈ રહી છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી પર ફેંસલો થવાનો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024