• સોમવાર, 20 મે, 2024

ભારતને અસ્થિર કરવા પ્રયાસ : અમેરિકાને ઝાટકતું રશિયા

ભારતની પડખે દોસ્ત રશિયા : પન્નુ મામલે અમેરિકાના આરોપ નિરાધાર, ભારતની આંતરિક બાબતોમાં દખલ ગણાવી

નવી દિલ્હી/મોસ્કો, તા.9 : ખાલિસ્તાની આતંકી પન્નુ મામલે અમેરિકા-કેનેડા સહિત પશ્ચિમી દેશો ભારત વિરોધી વલણ દાખવી રહ્યા છે ત્યારે રશિયા ફરી એકવાર મિત્ર ભારતની વ્હારે આવ્યું છે અને અમેરિકાને ફટકાર લગાવી લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ પહેલા ધ વોશિંગ્ટન પોસ્ટે આરોપ લગાવ્યો હતો કે ભારત એ જ કરવા પ્રયાસ કરી રહ્યંy છે જે રશિયા અને સાઉદી અરબે પોતાના દુશ્મન વિરુદ્ધ કર્યું હતું.

પન્નુની હત્યાનાં કાવતરામાં ભારતનો હાથ હોવાના અમેરિકાના આરોપને ફગાવી દેતાં રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યંy કે આ મામલે અત્યાર સુધી વાશિંગ્ટને ભારતીય નાગરિકોની સંડોવણીના કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા નથી. પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યંy કે, અમારી પાસે ઉપલબ્ધ જાણકારી મુજબ વોશિંગ્ટને કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી અને પુરાવા અભાવમાં આ મામલે અટકળો અસ્વીકાર્ય છે. રાષ્ટ્રીય માનસિકતા સાથે તે ભારતના વિકાસના ઐતિહાસિક સંદર્ભને ન સમજી, તે એક રાજ્યનાં રૂપે ભારતનું અનાદર કરી રહ્યું છે.

રશિયાએ અમેરિકાની ઝાટકણી કાઢી કહ્યંy કે, આ માત્ર ભારત પર લાગુ થતું નથી. તેને કારણે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીને જટિલ બનાવી ભારતની આંતરિક રાજનીતિને અસંતુલિત કરવાનો પ્રયાસ છે. બેશક, તે ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપનો ભાગ છે. અમેરિકી અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટમાં ભારત માટે દમનકારી શાસન શબ્દ પ્રયોગ અને પન્નુ મામલે લગાવવામાં આવેલા નિરાધાર આરોપ

બાદ મોસ્કોએ મીડિયાના સવાલના જવાબમાં ભારતની તરફેણ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024