• સોમવાર, 20 મે, 2024

પીઠડિયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના ચાર શખસ ઝડપાયા

દારૂ - ચાર મોબાઇલ - કાર સહિત રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ, તા.8 : વિરપુર પાસેના પિઠડિયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની રૂરલ એલસીબીના પોલીસમેન અબ્બાસભાઈ ભારમલને મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પોસઇ ડી. જી. બડવા તથા બાલકૃષ્ણ ત્રિવેદી, નિલેષ ડાંગર, અનિલ બડકોદિયા સહિતના સ્ટાફે

વોચ ગોઠવી હતી અને રાજકોટ તરફથી આવતી અને જૂનાગઢ જતી કારને પિઠડિયા ટોલનાકા પાસે પોલીસે ઝડપી લીધી હતી.

પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂ.1.ર7 લાખની કિંમતી 6ર9 બોટલ દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસે દારૂ - કાર અને ચાર મોબાઇલ સહિત રૂ.4.0ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે કારમાં રહેલા જૂનાગઢના જોષીપરામાં રહેતા મિલન ખોડા પટોળિયા, સતિષ શશીકાંત ક્યાડા, સોનિક ભીમજી પોશિયા અને નરેન્દ્ર દેવજી ચાંડેગરાને ઝડપી લીધા હતા. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક