• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

તેલંગાણાના શોરૂમમાંથી દાગીના ચોરનાર પોરબંદરનો યુવાન ઝડપાયો

રેલવેમાં સુપરવાઇઝરની નોકરી કરી ચૂકેલા આરોપીને પોરબંદર પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયો

પોરબંદર, તા.24 :

તેલંગાણાના મલકાનગીરી જિલ્લાના માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ‘નમિશ્રી જ્વેલર્સ’ નામની દુકાનમાંથી સપ્ટેમ્બરમાં 72 ગ્રામ સોનાના દાગીના ગ્રાહકના સ્વાંગમાં ગયેલા યુવાને નજર ચૂકવી ચોરી કર્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોરબંદર એસઓજીના સ્ટાફને આરોપી અંગે ચોક્કસ માહિતી મળતાં ચુરિબાગ શેરીમાંથી તેને ઝડપી લેવાયો હતો.

પોલીસની પૂછપરછમાં દિવ્ય જુંગીએ તેલંગાણાના જ્વેલર્સમાંથી દાગીના ચોર્યાની કબૂલાત કરી હતી. આરોપી અગાઉ રેલવેમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. તે એકથી બે વખત તેલંગાણા જઈ આવ્યો હોવાથી તેને ત્યાંના સ્થળો તથા દુકાન અંગેની માહિતી હતી. આ જાણકારીનો લાભ લઈ તેણે ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી પાસેથી ચોરી કરાયેલા 72 ગ્રામ સોનાના દાગીના સહિતનો કુલ રૂ.10.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોરબંદર પોલીસે સમગ્ર મુદ્દામાલ તેલંગાણાની માર્કેટ પોલીસને સોંપ્યો છે. તપાસમાં પીએસઆઈ એમ.એન. જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક