બરવાળા ગામ પાસે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષા ચાલકને ઈજા
મોરબી, તા. 19ઃ મોરબીના પીપળિયા ચાર રસ્તા નજીક બરવાળા ગામ પાસે બેંકનું કામ
પતાવી નાસ્તો કરી બાઈક પર ઘેર જઈ રહેલાડબલ સવારી બાઈક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત
સર્જાતા બાઈકસવાર બન્ને યુવકના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા.જ્યારે રિક્ષા ચાલકને
ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું
છે.
પ્રાપ્ત
વિગતો મુજબ ગુરુવારે સાંજના સમયે મોરબીના ખેવારિયા ગામે રહેતા સંજયભાઈ ભીખાભાઈ ડારા
(ઉં.27) અને હાર્દિકભાઈ અરાવિંદભાઈ
રાઠોડ (ઉં.23) નામના યુવાનો બેંકનું
કામ પતાવી નાસ્તો પાણી ક2ાuને પોતાના ઘેર બાઈક પર જતાં હતાં ત્યારે બરવાળા નજીક રીક્ષા
સાથે અકસ્માત સર્જતાં બન્ને યુવકના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે રિક્ષા ચાલક સાગરભાઈ
નંદલાલભાઈ દંતેસરિયા
(ઉં.28)
રહે. ઘૂંટું વાળાને ઈજાઓ પહોંચતા હાલમાં મોરબી
સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.