• રવિવાર, 04 મે, 2025

avshan nodh

રાજકોટ: સ્વ. સુરેશચંદ્ર મોહનલાલ પારેખના પત્ની, અનસુયાબેન (ઉ.82) તે સ્વ. હરજીવનભાઇ ઘાટલિયાના પુત્રી, ધનેન્દ્ર, જયેશ, જાગૃતિ સંજયભાઇ કોઠારી, નયના સંજયભાઇ વાળાના માતુશ્રી, સોનલના સાસુનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થના સભા તા.1ના સવારે 10 વાગ્યે તેમના નિવાસસ્થાન શાંતિકુંજ સોસાયટી, વડગાંવ શેરી,

પૂણે છે.

માણાવદર: મુળ માણાવદર હાલ રાજકોટ જમકુબેન મુળજીભાઈ કણસાગરા (ઉ.85) તે નલીનભાઈના માતુશ્રી, માર્શલના દાદીનું તા.27ના અવસાન થયું છે. રાજકોટમાં બેસણું તા.28ના સવારે 8 થી 10, હિલ્ટોન એમ્પાયર, કોરાટ ચોક, નવા રીંગ રોડ, રાજકોટ અને માણાવદર ખાતે બેસણું તા.1ના સવારે 9 થી 11, માવજી જીણા સોસાયટીના કોમ્યુનીટી હોલ, આનંદ પાર્ક ખાતે છે.

જેતપુર: સ્વ.અનિલભાઈ પારેખના પત્ની શોભનાબેન (ઉ.69) તે સ્વ.અલ્પેશભાઈ, જોનીભાઈ, ચાંદનીબેન ધર્મેશભાઈ ગગલાણીના માતુશ્રી, કરણ, કાવ્યા, દિયા, ફ્રિયાના દાદીમાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6, અક્ષરમ એપાર્ટમેન્ટ, જૂનાગઢ રોડ, બી.એ.પી.એસ મંદિર પાસે, જેતપુર છે.

ઊના: છારીયા ઉનેવાળ બ્રાહ્મણ વિશ્વનાથ લાભશંકર જાની (ઉ.85) તે ભાવેશભાઈ (અમેરિકા), મનીષાબેન ઋષિકુમાર ઉપાધ્યાય (રાજકોટ)ના પિતાશ્રી, સ્વ.ચંદ્રશંકર, સ્વ.લજ્જાશંકર, સ્વ.મહાશંકર, ડો.ગીરજાશંકર, પ્રતાપભાઈ, અનંતરાય, હરેશભાઈના ભાઈનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, બેસણું તા.28ના સાંજે 4 થી 6, ઉન્નતનગર કોમ્યુનિટી હોલ, સદગુરૂ મંદિરની પાછળ, ઉના છે.

રાજકોટ: ટપ્પરવાળા સ્વ.મહેશચંદ્ર તુલસીદાસ જોલપરાના પત્ની જસવંતીબેન (ઉ.75) તે જતીન, સ્મિતાબેન હેમંતકુમાર દૂધૈયા તથા શિલ્પાબેન સુધીરકુમાર સીતાપરાના માતુશ્રી, ભાવિન જતીનભાઈ જોલાપરાના દાદીનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 5 થી 6, ગુણેશ્વર મંદિર, શ્રીનગર શેરી નં.5, સહકાર મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ જ્ઞાતિના ઘોઘાવદરવાળા હાલ રાજકોટ સ્વ.વ્રજલાલ દામોદર પંડયાના પુત્ર હસમુખભાઈ (રાજકોટ નાગરિક સહકારી બેંકના નિવૃત્ત કર્મચારી) તે સ્વ.મનહરલાલ, વિરેન્દ્રભાઈ, ઉમેશભાઈ, સ્વ.મીનાક્ષીબેન અશોકકુમાર રાજ્યગુરૂના ભાઈ, નયનાબેનના પતિ, સ્વ.હરિલાલ વૃંદાવન જોષી (નાસિક)ના જમાઈ, સુહીતભાઈ, જીજ્ઞાબેન, ભુમીબેનના પિતાશ્રી, હેત્વી, આત્મજના દાદા તથા દિયા, દાની, ભવ્ય, શ્યામના નાનાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 5 થી 6-30, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સરકારી કર્મચારી સોસાયટી મેઈન રોડ, રૈયા ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નિલેશભાઈ ભાનુશંકર ઠાકર (ઉ.55) તે તુષારભાઈ, હીનાબેનના ભાઈ, સંસ્કારના પિતાશ્રીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 5 થી 7, લક્ષ્મણ ટાઉનશીપ, અંબિકા ટાઉનશીપ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, 80 ફુટ રોડ, રાજકોટ ખાતે તેમના

પાર્કિંગમાં છે.

રાણાવાવ: પોરબંદર નજીક રાણાવાવ ગામના નટવરલાલ વલ્લભદાસ માખેચા (મનોજ સ્ટુડિયો) તે મનોજભાઈ, સુનિલભાઈ, સ્વ.કાજલબેન વિપુલભાઈ ખખ્ખરના પિતાશ્રી, સ્વ.ત્રિભુવનભાઈ, સ્વ.હસમુખભાઈ, વજુભાઈ, સુરેશભાઈના ભાઈનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.28ના 4-30 થી 5, રાણાવાવના નદી કાંઠે આવેલા નવા મંદિર પાસેના ભીડ ભંજન મહાદેવ મંદિરે ભાઈ-બહેનોની સંયુક્ત છે. સસરાપક્ષની સાદડી સાથે છે.

જૂનાગઢ: કેશોદ નિવાસી હેમકુંવરબેન વ્રજલાલ ઘેવરિયા (ઉ.96)નું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, કેશોદ છે.

ચોટીલા: રાજેન્દ્રભાઈ ચંદ્રકાન્તભાઈ મંડિર (ઉ.43) તે સ્વ.ચંદ્રકાન્તભાઈ જી.મંડિરના પુત્ર, પત્રકાર સુભાષભાઈના નાનાભાઈ, ઉર્વશીના પિતાશ્રી, બાબરાવાળા (ભગત) તરીકે ઓળખાતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4 થી 6, ચિત્રકૂટ ધામ, જી.ઈ.બી. સામે, થાન રોડ, ચોટીલા છે. સ્વ.રાજેન્દ્રભાઈને ચોટીલા તાલુકા પ્રેસ, પત્રકાર જીજ્ઞેશભાઈ શાહ, હેમલભાઈ શાહ તથા સમગ્ર પરિવારે બે મીનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી મંડિર પરિવારને સાંત્વના પાઠવી હતી.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ ચેતનાબેન દવે (ઉ.63) તે નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દવે (જીવન બેંક નિવૃત્ત કર્મચારી)ના પત્ની, પાર્થ, રામેશ્વરીના માતુશ્રી, અશોકભાઈ, મનોજભાઈ, છાંયાબેન, રેખાબેન, દર્શનાબેનના ભાભી, ધ્રુવકુમાર પંડયાના સાસુ, સ્વ.સુમનચંદ્ર રાઘવજીભાઈ પંડયા (મોરબી)ની પુત્રી, નિતીનભાઈ, હિમાંશુભાઈ, અમિતભાઈ, પ્રજ્ઞાબેન દવે, રેખાબેન શેઠના બેનનું તા.26ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.28ના સાંજે 5 થી 6, ભાઈઓ-બહેનો માટે મોઢ બ્રાહ્મણ વાડી, ઉપરનો વિભાગ નં.1, મીલપરા, રાજકોટ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક