ગોંડલ
ચોકડીએ ટ્રાફિક જામ, પણ શોધ્યેય ન જડી ટ્રાફિક પોલીસ!
ખાનગી
બસો, રિક્ષાઓના ખડકલાથી લાગે છે વાહનોના થપ્પા
દૈનિક
લાખો વાહનોની અવરજવરવાળા રસ્તે કાયમી સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ
રાજકોટ,
તા. 4: જે રસ્તે વાહન વ્યવહાર સુચારૂ રીતે ચાલી રહ્યો ત્યાં સેકંડમાં જ ચક્રવ્યુહ જેવી
સ્થિતિ ઉભી થઈ જાય છે. આ પાછળનું કારણ શુ? વાંક કોનો?, ખામી શું?, નિરાકરણ શુ? જેવી
બાબતોને જાણવી જરૂરી છે. આ બાબતે ફૂલછાબે આજે રાજકોટ શહેરના પ્રવેશદ્વાર ગણાતા ગોંડલ
બાયપાસ ચોકડીએ લાંબો સમય સુધી નિરીક્ષણ કર્યુ હતુ. ગોંડલ ચોકડીએ રોજના લાખો વાહનચાલકોની
અવર જવર રહે છે. જેમાં સામે આવેલી બાબતોમાં મુખ્યત્વે નેશનલ હાઈવે ઓથોરીટી તંત્રની
ભુલ છે, બાદમાં ટ્રાફીક પોલીસની નિરાશાજનક કામગીરી અને બાદમાં વાહનચાલકોને ટ્રાફીક
નિવારણ બાબતની સમજ ન હોવાનું સામે આવ્યું છે.
શહેરના
150 ફૂટ રોડ પરથી ગોંડલ ચોકડીનો બ્રિજનો છેડો પુરો થાય ત્યાં સુધીમાં પુનિત નગર ચોક
અને ગોંડલ બાયપાસ ચોકડીએ સમયાંતરે ટ્રાફિક સમસ્યા ઉદ્દભવે છે. સવારે 7:30 વાગ્યાથી
8:30 સુધી કોઈ સમસ્યા હોતી નથી. એક મીની બસ આવે, એસટી પીકઅપ જગ્યામાં ઉભી રહી જાય અને
પાછળથી એક વોલ્વો આવે તે બીજી બાજુ ઉભી રહી જાય છે. એસટીની જગ્યામાં ખાનગી બસ ઉભી રહી
જતાં એસટી બસના ચાલકે નાછુટકે તેની પાછળ ઉભી રાખવી પડી અને શરૂ થઈ ટ્રાફિકજામની સમસ્યા.
આ બધા વચ્ચે રીક્ષાચાલકોનો ત્રાસ તો એટલો કે બસની પ્રતિક્ષામાં ઉભેલા મુસાફરોને પણ
જીવના જોખમનો ડર રહે છે. 8:30 વાગ્યા બાદ શાપરની ઈન્ડસ્ટ્રીઝની કંપનીઓના વાહન, હેવી
લોડેડ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ અને એસટીની બસનું આવાગમન શરૂ થતાં ટ્રાફિક જામ શરૂ થઈ
જાય છે. આ સમયે ટ્રાફિક નિયમન માટે પોલીસ કે ટ્રાફિક શાખાના કોઈ અધિકારી કે વોર્ડન
સુધી અહી હોતા નથી. બપોરે 2:30થી 3:30 અને સાંજે 6:30થી 8:30 પણ આ સમસ્યાનું પુનરાવર્તન
થાય છે.
-----------
સમસ્યાનું
મોટું કારણ : ટ્રાફિક નિવારવા બનાવેલો 90 કરોડનો બ્રિજ જ બિનઉપયોગી
ગોંડલ
બાયપાસ ચોકડીએ ટ્રાફિકની સમસ્યા ભુતકાળમાં પણ રહેતી અને આજે પણ છે. જો કે, 2019માં
અહીં રાજ્યનો પ્રથમ સિક્સલેન ઓવરબ્રિજ બનાવવના કામનો પ્રારંભ થયો. લાંબા સમયના અંતે
માર્ચ 2023માં બ્રિજ ખુલ્લો મુકાયો. આ સમયે બ્રિજની ડિઝાઈન અને કરાયેલા બાંધકામમાં
વિષમતા હોવાનું સામે આવ્યું હતુ. પરંતુ અધિકારીઓ અને રાજકીય નેતાઓની રહેમતળે બધુ શાંત
પડી ગયું. રૂ.90 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ જે હેતુથી બનાવવામાં આવ્યો છે તેનું
વિપરીત પરિણામ અત્યારે આવી રહ્યું છે. બ્રિજ ઉપરથી આવવા અને જવાવાળા વાહનો સંખ્યા જુજ
હોય છે. ઉલ્ટાનું બ્રિજ બનતા રસ્તો પણ સાંકડો થઈ જતાં ટ્રાફિક સમસ્યા વકરી છે.
ટ્રાફિકજામ
પાછળ શું કારણ જવાબદાર ?
રિક્ષાચાલકોની
મનમાની સામે ટ્રાફિકબ્રાંચ નતમસ્તક
મીની
બસ ચાલકો મુસાફર લેવા ગમે ત્યાં વાહન ઉભું રાખી દે
ખરા
સમયે જ કોઈ ટ્રાફિક વોર્ડન કે અધિકારીની ગેરહાજરી
બ્રિજ
નીચે માલધારી ફાટક અને વાવડીને જોડતા ચોકે
ટ્રાફિક
નિયંત્રણ માટે કોઈ વ્યવસ્થા નહી
બ્રિજ
બની જતાં રસ્તો સાંકડો થઈ ગયો
જે
સમયે ટ્રાફિક સર્જાય ત્યારે જ અધિકારી-વોર્ડન ઉઘરાણા કરવામાં વ્યસ્ત રહે છે !