• મંગળવાર, 02 જૂન, 2026

નીટ પરીક્ષા કોમ્પ્યુટરથી નહીં : સુપ્રીમ

નીટની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત કરવાની માગ ઉપર સુપ્રીમે કહ્યું, ગઝઅ પહેલાથી જ દબાણમાં છે

નવી દિલ્હી, તા.1: સુપ્રીમ કોર્ટે નીટ યુજી પરીક્ષા સંબંધિત એક અરજીની તાત્કાલિક સુનાવણીની માગણી નકારી દીધી છે. આ અરજીમાં તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે નીટ યુજીની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત(સીબીટી) કરાવવાની માગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નીટનું પેપર ફૂટયા બાદ ફેર પરીક્ષા 21 જૂને નિર્ધારિત કરવામાં આવેલી છે.

જો કે, આ મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી નકારી દીધી હતી. કોર્ટે આની સુનાવણી વેકેશન પછી સૂચિબદ્ધ કરવાનો નિર્ણય લીધો છે. સુનાવણીમાં જસ્ટિસ પી.એસ.નરસિંહાએ કહ્યું હતું કે, એનટીએ દ્વારા બીજીવાર પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમનાં ઉપર પહેલેથી જ ખુબ દબાણ છે. તેથી રજા બાદ આ મામલાંને ધ્યાને લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નીટી યુજીનું પેપર લીક થયા બાદ અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી છે. આ ક્રમમાં પરીક્ષાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે સીબીટી મોડમાં પરીક્ષા યોજવાની માગણી કરવામાં આવી હતી. હાલ આ બારામાં કોઈપણ નિર્ણય કરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક