• બુધવાર, 10 જૂન, 2026

ફૂટબોલ ચાહકો માટે ખુશખબર વર્લ્ડ કપનું પ્રસારણ ઝી ટીવી પર

12 જૂનથી ફૂટબોલ મહાકુંભનો પ્રારંભ

નવી દિલ્હી તા.1: ભારતીય ફૂટબોલ ચાહકોના લાંબા ઇંતઝારનો સુખદ અંત આવ્યો છે. ફીફા વર્લ્ડ કપ-2026ના જીવંત પ્રસારણની ભારતમાં ચાલી રહેલી અનિશ્ચિતતા ખતમ થઇ છે. ઝી એન્ટરટેન્મેટને ફૂટબોલ વિશ્વ કપના ભારતમાં ટીવી પ્રસારણ કરવાના કરાર હાંસલ કર્યાં છે. ફૂટબોલનો આ મહાકુંભ 12 જૂનથી અમેરિકા, કેનેડા અને મેકિસકોમાં શરૂ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થવા આડે ફકત 10 દિવસ બાકી છે ત્યારે ભારતીય ફૂટબોલ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઝી ટીવીએ 2026 ફીફા વર્લ્ડ કપ ઉપરાંત 2027 મહિલા ફૂટબોલ વિશ્વ કપ, 2030 ફીફા વર્લ્ડ કપના પ્રસારણના હક પણ હાંસલ કર્યાં છે. આ કરારની રકમ જાહેર થઇ નથી. રિપોર્ટ અનુસાર ફીફા દ્રારા ભારતમાં પ્રસારણ કરાર માટે અગાઉ 10 કરોડ અમેરિકી ડોલરની માંગ થઇ હતી. આ વખતના ફૂટબોલ વર્લ્ડ કપમાં પહેલીવાર 48 ટીમ ભાગ લઇ રહી છે. મોટભાગના મેચ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે શરૂ થશે અથવા વહેલી સવારે રમાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક